સુરેન્દ્રનગર : રોજગાર ભરતી મેળાના રજીસ્ટ્રેશન કાર્ડ મળ્યા કચરાના ઢગલામાંથી..!

Update: 2019-10-18 14:23 GMT

સરકાર દ્વારા યુવાનોને રોજગાર મળી રહે તે માટે દર વર્ષે ભરતી મેળાનું આયોજન કરવામાં આવે છે. રોજગારી કચેરી દ્વારા ભરતી મેળામાં લાખો રૂપિયાનો ખચૅ પણ કરવામાં આવતો હોય છે, પરંતુ સુરેન્દ્રનગર રોજગાર કચેરીમાં વિદ્યાર્થીઓ અને ઉમેદવારો દ્વારા રજીસ્ટ્રેશન કરવવામાં આવતા કાડૅ ઉમેદવાર અને વિદ્યાર્થીઓને આપવાના હોય છે, પરંતુ સુરેન્દ્રનગર રોજગાર કચેરીમાં આ કાડૅ કચરામાં જોવા મળતા ઉમેદવાર અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થતા હોય તેમ લાગી રહયુ છે.

બનાવની જાણ અધિકારીને કરતા તેઓએ જણાવ્યું હતું કે, કચરામાં પડેલા કાડૅ લઈને ચકાસણી કરતા કાડૅ રદ થયા ગયા હોય અને વિદ્યાર્થીઓ કે ઉમેદવારને નવા કાડૅ આપ્યા હોય તેથી આ તમામ જુના કાડૅ છે. તેમજ તેમને જૂના કાર્ડનો યોગ્ય નિકાલ કરવાનો હોય પરંતુ હાલ કાડૅ જુના અને રદ થઈ ગયા છે, જે કબજે લઈને યોગ્ય નિકાલ કરવામાં આવશે. પરંતુ રોજગાર મેળાની મોટી મોટી જાહેરાત કરવામાં આવે છે, ત્યારે આવી રીતે ઉકરડામાંથી કાડૅ મળી આવતા અનેક સવાલો પણ ઉભા થયા છે.

 

Similar News