સુરેન્દ્રનગરના હાઉસિંગ બોર્ડ વિસ્તારના વેપારીએ વ્યાજખોરોના ત્રાસથી દવા પી કર્યો આત્મહત્યાનો પ્રયાસ

Update: 2019-07-10 10:05 GMT

સુરેન્દ્રનગર શહેરના હાઉસિંગ બોર્ડ વિસ્તારરમાં રહેતા વેપારીએ સ્યૂસાઈડ નોટ લખીને દવા પી લીધી હતી.

પાંચ વ્યાજખોરો દ્વારા પઠાણી ઉઘરાણીથી તંગ આવીને તેણે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકની એક સ્યૂસાઈડ નોટ પણ મળી આવી છે. જેમાં વ્યાજખોરો દ્વારા તેની પાસે કડક ઉઘરાણી કરવામાં આવતી હોવાનો સ્યૂસાઈડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બે પાનાની સ્યૂસાઈડ નોટમાં તેણે રકમ અને તેણે કરેલી ચૂકવણીની વિગતો પણ આપી છે. હાલ તેને શહેરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

Similar News