સ્વેચ્છાએ ગેસ સબસિડી છોડનાર લોકોનો આંકડો 1 જ વર્ષમાં 1 કરોડને પાર

Update: 2016-04-22 10:42 GMT

સ્વેચ્છાએ એલપીજી સબસિડી છોડનાર લોકોનો આંકડો 1 કરોડને પાર કરી ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગરીબ પરિવારોને મફતમાં ગેસ કનેક્શન મળી રહે તે હેતુથી લોકોને ગેસ સબસિડી છોડવા અપીલ કરી હતી. જેના એક જ વર્ષમાં રજીસ્ટર્ડ ગેસ કનેક્શન ધારકોમાંથી 6 ટકા લોકોએ સ્વચ્છાએ પોતાની સબસિડી જતી કરી છે.

મોદીએ 27 માર્ચ, 2015ના ગીવ ઇટ અપ નામનું કેમ્પેઇન શરૂ કર્ય હતું. જેમાં તેમણે ગરીબ લોકોને મફતમાં ગેસ કનેક્શન આપવા આર્થિક રીતે સદ્ધર લોકોને પોતાની ગેસ સબસિડી છોડવા અપીલ કરી હતી.

સરકારનો ઉદ્દેશ આ વર્ષે 1.5 બીપીએલ પરિવારોને મફતમાં ગેસ કનેક્શન આપવાનો છે. જે લોકોએ પોતાની સબસિડી જતી કરી છે તેની કિંમત આ ટાર્ગેટનો 2/3 ભાગ કવર કરે છે. જેથી સરકારનો આ ઉદ્દેશ સરળ બન્યો છે.

Similar News