હવે આલિયા ભટ્ટે સુપરસ્ટારર્સને રાખ્યા પાછળ, બની ઇન્સ્ટાગ્રામ ક્વિન

Update: 2018-05-28 07:19 GMT

બોલીવૂડની ક્યુટેસ્ટ અભિનેત્રી આલિયા ભટ્ટને સેલ્ફી લેવાનો ક્રેઝ છે. તે પોતાની દરેક મુવમેન્ટને કેમેરામાં હંમેશાં કેદ કરે છે. આલિયા ઘણી વખત પોતાની તસવીરો સોશયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે. આલિયાએ પોતાના લુક, માસૂમિયત અને અભિનયથી લોકોને આકર્ષ્યા છે. તેની લોકપ્રિયતા સોશયલ મીડિયા પર પણ વધી ગઇ છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર ટોચના કલાકારોને પાછળ છોડી ૨ કરોડ ૨૦ લાખ ફોલોઅર્સ મેળવ્યા છે.

https://www.instagram.com/p/BjPFASznnxi/?hl=en&taken-by=aliaabhatt

આલિયાની સફળતા સોશયલ મીડિયા પરની સાબિતી છે. તે ટોચના એકટર્સ કરતાં પણ ફોલોઅર્સ વધુ મેળવી રહી છે. અક્ષય કુમારના ૧૮. ૬ મીલિયન, સલમાન ખાનના ૧૬.૩ મિલીયન, શાહરૃખ ખાનના ૧૨. ૯ મિલીયન, જેકલિન ફર્નાન્ડિસના ૧૮.૪ મીલિયન, સોનમ કપૂરના ૧૨. ૯ મિલીયન, કેટરિના કૈફના ૧૧ મિલિયન અને સોનાક્ષી સિંહાના ૧૦ મિલીયન ફોલોઅર્સ છે. હાલમાં જ આલિયાની ફિલ્મ 'રાજી' રીલિઝ થઇ છે. જે પોતાના દમ પર સુપરહિટ કરી છે. આ ફિલ્મમાં તે એક ભારતીય જાસૂસ મહિલાના રોલમાં જોવા મળે છે.

Tags:    

Similar News