હિમાચલ - કાશ્મીરમાં કાતિલ ઠંડી થી જનજીવન અસ્તવ્યસ્ત

Update: 2017-11-25 13:10 GMT

હિમાચલ પ્રદેશ તેમજ જમ્મુ - કાશ્મીરમાં કાતિલ ઠંડી થી જનજીવન પર ભારે અસર પડી રહી છે.

જાણવા મળ્યા મુજબ હિમાચલનાં કેલંગમાં તાપમાન માઇનસ 7.5 ડિગ્રી નોંધાયુ હતુ, તો શ્રીનગરમાં ઠંડીએ 10 વર્ષનો રેકોર્ડ તોડયો છે. લેહમાં તાપમાન માઇનસ 13.3 ગુલમર્ગમાં માઇનસ 6, પહેલગામમાં માઇનસ 5.3 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.

સીમલા 6.4 ડિગ્રી અને કેલંગમાં માઇનસ 7.5 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. શ્રીનગરમાં ન્યુનત્તમ તાપમાન માઇનસ 3.1 ડિગ્રી નોંધાયુ છે, જે છેલ્લા 10 વર્ષમાં નવેમ્બરમાં સૌથી ઓછુ ન્યુનત્તમ તાપમાન છે. આ પહેલા 28 નવેમ્બર 2007ના રોજ ન્યુનત્તમ તાપમાન માઇનસ 4.8 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ.

Similar News