Connect Gujarat
Featured

અમરેલી : બગસરામાં સમૂહ લગ્ન તો યોજાયો, પરંતુ ઉપસ્થિત રહ્યું માત્ર એક જ નવયુગલ, જાણો શું છે કારણ..!

અમરેલી : બગસરામાં સમૂહ લગ્ન તો યોજાયો, પરંતુ ઉપસ્થિત રહ્યું માત્ર એક જ નવયુગલ, જાણો શું છે કારણ..!
X

અમરેલી જિલ્લાના બગસરામાં લોકડાઉનની સ્થિતિ વચ્ચે લુહાર સમાજનો ત્રીજો સમૂહ લગ્ન યોજાયો હતો. પરંતુ તમને જોઈને નવાઈ લાગશે કે, સમૂહ લગ્નમાં માત્ર એક જ નવયુગલ કેમ ઉપસ્થિત રહ્યું હતું.

હાલ એક તરફ દેશભરમાં લોકડાઉનની સ્થિતિ છે, તો બીજી તરફ લગ્નસરાની મોસમ વચ્ચે લોકોએ લગ્ન પ્રસંગો મુકુફ રાખ્યા હતા, ત્યારે હવે સરકાર દ્વારા છૂટછાટ મળતા બગસરા તાલુકામાં લુહાર સમાજનો ત્રીજો સમુહ લગ્ન યોજાયો હતો. આ સમૂહ લગ્નમાં 5 નવદંપતિઓ જોડાયા છે. જેમાં લુહાર સમાજના આગેવાનો દ્વારા રોજના માત્ર એક જ નવદંપતિના લગ્ન કરાવવામાં આવે છે.

લોકડાઉન વચ્ચે સરકારના આદેશ અનુસાર વર પક્ષ અને કન્યા પક્ષના 20-20 મહેમાનો લગ્ન પ્રસગમાં હાજરી આપી શકે તે માટે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ સમૂહ લગ્નમાં સોશિયલ ડિસ્ટન્સના પાલન સહિત માસ્ક પહેરવું તેમજ મહેમાનો માટે સેનિટાઈઝરની પણ વયસ્થા કરવામાં આવી છે, ત્યારે આ લોકડાઉનના કારણે લગ્ન થતાં અટકેલા નવદંપતિઓએ લગ્ન કરી પ્રભુતામાં પગલાં માંડ્યા હતા.

Next Story