/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/maxresdefault-275.jpg)
આમરોલી ગામે ખેતરમા જૂથ જોડેલ બળદ સાપ જોઈ ભડકતા કુવામાં પડતા એક બળદનું મોત એક બળદને રેસ્ક્યુ કરી બહાર કાઢ્વામાં આવ્યો હતો. ૭૦ ફૂટ ઊંડા કુવામાં હલકડા જોડેલ બળદ પડયા જેમાં મોટો બળદ મૃત્યુ પામતા ખેડૂત ચોધાર આસુંએ રડ્યો
નસવાડીના આમરોલી ગામે યાસીન ભાઈ દીવાનના ખેતરમાં બે બળદ જૂથ જોડેલ હતા. સાંજના સમયે ચાકર જૂથ લઈ ઘરે પરત ફરતો હતો. તે સમયે બળદ અચાનક સાપને જોઈ ભડકતા બંન્નેવ બળદ હલકડા સાથે કુવામાં પડ્યા હતા. કુવામાં પડતા લોકોએ દોડી આવી ટ્રેકટર અને મોટા દોરડા લાવી એક બળદ ને રેસ્ક્યુ કરી બહાર કાઢયો હતો. જ્યારે બીજો બળદ મૃત્યુ પામેલ અચાનક બનેલ ઘટનામાં ખેડૂતનો જીવ સમાન બળદ મૃત્યુ પામતા ખેડૂત ચોધાર આસુંએ રડ્યો હતો. જ્યારે ૧૦૦ થી વધુ ગ્રામજનો દોરડા થી બળદને ખેંચી ને બહાર કાઠયો હતો. ચાર ગ્રામજનો કુવામાં ઉતર્યા હતા. રાત ના નવ કલાકે કુવામાંથી બળદને બહાર કાઢવામાં સફળતા મળી હતી. નસવાડી તાલુકા મા બનેલ આ આકસ્મિક ઘટના લઈ ખેડૂતને વહીવટી તંત્ર નિયમ મુજબ ની સહાય કરે તેવી ખેડૂતોની માંગ ઉઠી છે.