Connect Gujarat
ગુજરાત

અમરેલી જિલ્લામાં કોંગ્રેસની નાવ દેખાઈ ડૂબતી

અમરેલી જિલ્લામાં કોંગ્રેસની નાવ દેખાઈ ડૂબતી
X

ગુજરાતના કોંગ્રેસમાં ધારાસભ્યોના રાજીનામાં બાદ નેતા વિપક્ષ પરેશ ધાનાણીના ગઢ અમરેલીમાં પણ કોંગ્રેસના જુના જોગીઓનો સળવળાટ શરૂ થયો છે અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે પીઢ કોંગી અગ્રણીઓની મીટીંગ મળી હતી જેમાં નેતા વિપક્ષ ધાનાણી અને વિરજી ઠુમ્મર સામે બળવાના સમીકરણો તેજ થતા અમરેલી જિલ્લાનું રાજકારણ ગરમાયુ છે.

આ છે અમરેલી જિલ્લાના સાવરકુંડલાનું એપીએમસી સેન્ટર .... આજે સાવરકુંડલા એપીએમસી ખાતે સહકારી નેતા દિપક માલાણીની આગેવાનીમાં પૂર્વ ધારાસભ્ય પ્રતાપ વરૂ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખો સહિતના જુના પીઢ કોંગ્રેસીઓની ચિંતન બેઠક મળી હતી અને જે રીતે હાલ કોંગ્રેસના ધારાસભ્યો કોંગ્રેસના હાથનો સાથ છોડી રહ્યા છે તે રીતે અમરેલીના ધારાસભ્ય અને નેતા વિપક્ષના ગઢના કાંગરા ખરી પડવાના સમીકરણો સાકાર થઈ રહ્યા છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ નહીં પણ પરેશ વિરજી કોંગ્રેસ (પી.વી.સી.) થઈ ગઇ હોવાનું પૂર્વ ધારાસભ્ય પ્રતાપ વરૂ એ ચિંતન બેઠકમાં જણાવ્યું હતું. ત્યારે અગાઉ પણ પ્રદેશ કોંગ્રેસ સામે નેતા વિપક્ષ ધાનાણી અને વિરજી ઠુમ્મર સામે ધરણા કરનાર અમરેલી જિલના એકમાત્ર કોંગ્રેસના સહકારી આગેવાન દિપક માલાણીની અધ્યક્ષતામાં મળેલી ચિંતન બેઠકમાં ધાનાણી ઠુમ્મર પરિવારવાદ ચલાવતા હોવાનો સણસણતો આક્ષેપ કરીને ઝવેર ચાવડા, પરસોત્તમ સાબરિયાના રાજીનામાં બાદ અમરેલી જિલ્લામાં ઉકલતો ચરુ હોવાના એંઘાણો આપીને રાહુલ ગાંધીના આગમન પહેલા હાલની કોંગ્રેસની ડૂબતી નાવ ને લઈને સહકારી નેતા દિપક માલાણીએ જણાવ્યું હતું કે

કોંગ્રેસ તેના પ્રિન્સિપલ મૂલ્યો વગરની અમરેલીમાં થઈ ગઈ છે છેલ્લા 14 મહિનામાં ચાર ધારાસભ્યો કોંગ્રેસને રામ રામ કર્યા છે તેનું કારણ ધાનાણી અને ઠુમ્મર છે ત્યારે હાલ અમરેલીમાં નેતા વિપક્ષ ધાનાણી અને ઠુમ્મર સામે અમરેલીના જુના જોગીઓ મેદાનમાં આવી ગયા છે.

Next Story