અમરેલી લોકસભા ચૂંટણી બંદોબસ્તમાં આવેલ એક જવાનનું થયું મોત બીજો ઘાયલ

New Update
અમરેલી લોકસભા ચૂંટણી બંદોબસ્તમાં આવેલ એક જવાનનું થયું મોત બીજો ઘાયલ

અમરેલી ખાતે લોકસભાની ચુંટણીને અનુલક્ષીને બંદોબસ્તમાં મુકાયેલ ઇન્ડો તીબેટ બોર્ડર પોલીસ કુમક્ના કોઇ અગમ્ય કારણોસર બે જવાનો મોતને ભેટવાની તથા ઘટના પ્રકાશમાં આવી છે.

લોકસભાની ચૂંટણી અંતિમ તબ્બાકામાં પહોંચી છે ત્યારે ચૂંટણીના બંદોબસ્તમાં આવેલ ઈન્ડો તિબેટ બોર્ડર પોલીસના બે જવાનને ઝેરી જીવડું કરડતા એક જવાનનું મોત અન એકની હાલત ગંભીર થતા અમરેલી સિવિલમાં ખસેડાયા જતા જ્યાં કલેકટર, એસ.પી. અને નેતા વિપક્ષ પરેશ ધાનાણી પહોંચ્યા હતા.

અમરેલી લોકસભાની ચૂંટણી નિષ્પકક્ષ રીતે યોજાઈ માટે ચૂંટણી પંચ દ્વારા સ્થાનીક પોલીસ તંત્ર સાથે બહારની પોલોસ બી.એસ.એફ નો કાફલો ચૂંટણી બંદોબસ્ત માં આવતો હોય છે પણ ગત રાત્રે સાવરકુંડલાની એક જ્ઞાતિ સમાજની વાડીમાં રાત્રી રોકાણ દરમ્યાન ઈન્ડો તિબેટ બોર્ડર પોલીસ (ITBP) ના બે જવાનો ની તબિયત લથડતા તાત્કાલિક અમરેલી સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોકટરે હેમરાજ માનજી ચુડાસમા (ઉ.વ.32) રહેવાસી માળિયા હાટીના ગીર કડાયાનો આ જવાન સર્પદંશથી અથવા ઝેરી જીવડું કરડવાથી મોત થયાનું પ્રાથમિક અનુમાન લગાવી રહી છે ત્યારે જવાનનું મીટ થતા અમરેલી કલેકટર, અમરેલી એસ.પી. અને નેતા વિપક્ષ પરેશ ધાનાણી પણ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા ને બીજા જે જવાનની ગંભીર હાલત હતી તે ઉત્તર પ્રદેશના જવાન નરેશ ૐપાલને રાજકોટ રીફર કરવામાં આવ્યો હતો ડોકટર દ્વારા આઈટીબીપી ના જવાનના પી.એમ.બાદ જવાનના મોતનું સપષ્ટ કારણ મલ્યા બાદ જ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રેસ કોંફરન્સ કરીને જાહેર કરવાની વાત કરી હતી ત્યારે નેતા વિપક્ષ ધાનાણીએ સંવેદના વ્યક્ત કરી હતી.

Latest Stories