New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/maxresdefault-159.jpg)
એપ્રિલ માહિનાના ધમધોખતા તાપમાં માનવીઓ તેમજ પશુ, પક્ષીઓને પણ પાણી તેમજ હલકા છાંયડાની જરૂર રહેતી હોય છે.
અમરેલીમાં આવુંજ કઈક બન્યું હતું. અમરેલીમાં એક વ્યક્તિએ આ સાવજોના ટોળાને પોતાના મોબાઇલ માં કેદ કરી લીધું હતું. આ સાવજોનું ટોળું પાણીની તલાસમાં જંગલની બહાર નીકળી ગયું હતું.
આશરે ૨૦ જેટલા સાવજ તેના બચ્ચાઓ સાથે ઉનાળાની ભર બપોરે આકરા તાપમાં નીકળી પડ્યું હતું. આ બનાવ સોસિયલ મીડિયા માધ્યમ દ્વારા ફેલાયો હતો. આ સાવજોનું ટોળું ગીર જંગલમાથી પ્રયાણ કરતું હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું.૧ મિનિટ અને ૨૦ સેકંડના સવાજોના આ વાઇરલ વિડીયોએ સોસિયલ મીડિયા ઉપર બધાની નજરને ચકાચોંધ કરી મૂકી હતી.