Connect Gujarat
ગુજરાત

અમરેલીઃ સાવરકુંડલા APMCની ચૂંટણીમાં BJPને એકપણ બેઠક ન મળી

અમરેલીઃ સાવરકુંડલા APMCની ચૂંટણીમાં BJPને એકપણ બેઠક ન મળી
X

ગુજકોમાસોલના 12 વિજેતાઓએ ઢોલીનાં તાલે વિજયને વધાવી ચલણી નોટો ઉડાવી હતી.

અમરેલી જિલ્લાના સાવરકુંડલાની એ.પી.એમ.સી.ની ચુંટણીમાં કોંગ્રેસના સહયોગથી બનેલી ભાજપ પ્રેરિત પેનલના સુપડા સાફ થઇ ગયા છે. ૧૨ બેઠકોની ચૂટણીમાં ભાજપ પ્રેરિત પેનલના પૂર્વ ધારાસભ્ય કાળું વિરાણી સહીત બારેય ઉમેદવારોની હાર થઇ હતી. અને ૨૦૧૪ની ચૂંટણીનું પુનરાવર્તન કરીને ગુજકોમાસોલના ડીરેકટર દીપક માલાણીએ જીતનો જશ લીધો હતો. તો સહયોગ આપનાર કોંગ્રેસીઓને આડે હાથ લીધા હતા.

આજે સાવરકુંડલાની એ.પી.એમ.સી.ની ચૂટણીમાં ખેડૂત વિભાગની ૮ બેઠકો અને વેપારી વિભાગની ૪ બેઠકો પર કોંગ્રેસના સહયોગથી બનેલી ભાજપ પ્રેરિત પેનલમાં ત્રણ ટર્મના પૂર્વ ધારાસભ્ય કાળું વિરાણીએ ચૂટણીમાં ઝંપલાવ્યું હતું. પણ ભાજપ પ્રેરિત પેનલનો કારમો પરાજય સહન કરવો પડ્યો હતો. બારમાંથી એકપણ ઉમેદવારો ભાજપ પ્રેરિત પેનલના જીતી શક્ય ન હતા. ખુદ પૂર્વ ધારાસભ્ય કાળું વિરાણી પણ હારી ગયા હતા. મત ગણતરીના આરંભે જ હાર ભાળી ગયેલા કાળું વિરાણીએ મત ગણતરી કેન્દ્ર છોડી દીધું હતું.

બાર બેઠકો સાથે અગાઉ તેલીબીયાની બે બેઠકો સહિત ૧૪ બેઠકો પર ગુજકોમાસોલના ડીરેકટર દીપક માલાણીની ભવ્ય જીત થઇ હતી. કોંગ્રેસ સહયોગથી ભાજપ પ્રેરિત પેનલનાં સુપડા સાફ થઇ જતાં ઢોલીઓના સંગાથે રૂપિયાની નોટો ઢોલીઓ પર જીતેલા ડીરેકટરોએ ઉડાડીને ભાજપના પૂર્વ ધારાસભ્યને સહકાર આપનાર કોંગ્રેસના નેતાઓને પણ વિજેતા સહકારી નેતાએ આડેહાથ લીધા હતા.

Next Story