Connect Gujarat
ગુજરાત

અમરેલી : મુખ્યમંત્રીએ કહયું ખેડૂતોની પલળેલી મગફળી પણ સરકાર ખરીદશે

અમરેલી : મુખ્યમંત્રીએ કહયું ખેડૂતોની પલળેલી મગફળી પણ સરકાર ખરીદશે
X

અમરેલી ખાતે સહકાર પરિસંવાદમાં હાજરી આપવા આવેલાં

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મગફળીનું વાવેતર કરતાં ખેડૂતો માટે રાહતના સમાચાર આપ્યાં

છે. વરસાદમાં પલળી ગયેલી મગફળી પર સરકાર ખરીદશે તેવી તેમણે જાહેરાત કરી છે.

અમરેલી ખાતે રાષ્ટ્રીય સહકાર સંસ્થાઓના સહકાર સપ્તાહના સમાપન પ્રસંગે સહકાર પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા સહીત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ ખેડૂતલક્ષી કેટલીક જાહેરાતો પણ કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, આ વર્ષે દિવાળીના દિવસોમાં પણ કમોસમી વરસાદને કારણે ખેતીને ભારે નુકશાન થયું છે.

પ્રિમિયમ ભરનાર કે ન ભરનારા પ્રત્યેક ખેડૂતને સરકાર સહાય આપશે અને કેન્દ્રની સરકારને સાથે રાખીને પાક વીમો પણ ખેડૂતોને આપવામાં આવશે. ભેજનું પ્રમાણ અત્યારે મગફળીમાં આવી રહ્યું છે, ત્યારે જે મગફળી પલળેલી છે તેને ખેડૂત સૂકવીને આપશે તો તે મગફળી પણ સરકાર દ્વારા ખરીદવામાં આવશે તેમ જણાવ્યું હતું. અમરેલીમાં યોજાયેલા સહકાર પરીસંવાદના કાર્યક્રમનો મુખ્ય હેતુ ખેડૂતોની આવક બમણી થાય તેમજ પશુપાલકોની રોજગારી અંગેનો વિશેષ ચર્ચા કરવા માટેનો હતો. કાર્યક્રમમાં મંત્રી જયેશ રાદડિયા, અમરેલીના સાંસદ નારણ કાછડીયા, દીલીપ સંઘાણી પણ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story