/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/03/maxresdefault-59.jpg)
એક તરફ વિધાનસભાના ધારાસભ્યોને સાચવવાની જવાબદારી નિભાવતા નેતા વિપક્ષ પરેશ ધાનાણીની માઠી દશા બેઠી હોય તેંમ 15 મહિનામાં ચાર ધારાસભ્યોના રાજીનામાં બાદ નેતા વિપક્ષ ધાનાણીના ગઢ અમરેલી માં સળવળાટ શરૂ થયો છે અમરેલી જિલ્લા પંચાયતની સિંચાઈ સમિતિના ચેરમેન ભરત ગીડા સહિત ત્રણ જિલ્લા પંચાયતના સદસ્યોએ નેતા વિપક્ષ ધાનાણી સાથે સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુઘાત સામે મોરચો માંડયો છે તો નેતા વિપક્ષ ધાનાણી રાજીનામુ આપતો પત્ર પ્રદેશ કોંગ્રેસમાં લખતા અમરેલી જિલ્લાના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે
નેતા વિપક્ષ પરેશ ધાનાણી સામે અમરેલી જિલ્લામાં કોંગ્રેસના સભ્યો દ્વારા અસંતોષ ચરમસીમાએ પંહોચ્યો હોય તેમ નેતા વિપક્ષ ધાનાણીના રાજીનામાં ની માંગ ખુદ કોંગ્રેસના જિલ્લા પંચાયતના સિંચાઈ સમિતિના ચેરમેન ભરત ગીડા સહિત ત્રણ જિલ્લા પંચાયતના સદસ્યોએ આજે મીટીંગ કરીને પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષને પાઠવીને ધાનાણી રાજીનામુ આપે તેવી પત્રમાં માંગ કરતા અમરેલી જિલ્લાના રાજકારણમાં ખળભળાટ મચ્યો છે ધાનાણી ની સ્થિતિ એક સાંધે ત્યાં તેર તૂટે તેની માફક ધારાસભ્યોના 15 મહિનામાં 4 ધારાસભ્યોએ રાજીનામાં પાઠવ્યા છે ત્યાં અમરેલી જિલ્લા કોંગ્રેસના જિલ્લા પંચાયતના સભ્યોએ રાજીનામુ માંગી ને નેતા વિપક્ષના ગઢમાં ગાબડું પડવાના સમીકરણો શરૂ થઈ ગયા છે ત્યારે જિલ્લા પંચાયતની સિંચાઈ સમિતિના ચેરમેન ભરત ગીડાએ હૈયા વરાળ ઠાલવતા નેતા વિપક્ષ અને ધારાસભ્ય દુધાત સામે આંગળી ચીંધી છે. સાવરકુંડલા તાલુકાની ચાર જિલ્લા પંચાયત બેઠક માંથી ત્રણ બેઠકના જિલ્લા પંચાયતના સદસ્યો નેતા વિપક્ષ ધાનાણીની કાર્યશૈલીથી ભારે નારાજ છે તો સ્થાનિક ધારાસભ્ય પ્રતાપ દુધાત સામે પણ નારાજગી વધતા કોંગ્રેસની મુશ્કેલી વધવાનો આરંભ શરૂ થયો છે જાણે પ્રાઇવેટ કંપની જેમ અમરેલી જિલ્લાની કોંગ્રેસ કરી રહ્યા છે જાણે કોંગ્રેસ ખાનગી કંપની ના હાથમાં આવી હોય તેવા વ્યક્તિઓના હાથમાં હોવાનો વસવસો સિંચાઈ સમિતિના ચેરમેને વ્યક્ત કર્યો હતો કોંગ્રેસ પક્ષને બચાવવા નેતા વિપક્ષ ધાનાણી રાજીનામુ આપે તો કોંગ્રેસ બચશે ત્યારે કોંગ્રેસના જિલ્લા પંચાયતના સદસ્યો નવા જૂની કરે તેવા એંઘાણો સિંચાઈ સમિતિના ચેરમેને આપ્યા છે કોંગ્રેસ પાર્ટીની વિચારધારા સારી છે પણ કોંગ્રેસ સંભાળતા ધારાસભ્યની કામગીરી સારી નથી ત્યારે વિજપડી બેઠકના સદસ્ય લાલભાઈ મોરે પણ કોંગ્રેસ સામે બગાવતના સુર કાઢ્યા હતા.
જે રીતે કોંગી ધારાસભ્યોના રાજીનામાં પડી રહ્યા છે તે જોતા નેતા વિપક્ષ ધાનાણીએ રાજીનામુ આપી દેવું જોઈએ ત્યારે ત્રણ મહિના પહેલા પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય સામે ધરણા કરીને નેતા વિપક્ષ ધાનાણી સામે મોરચો માંડનાર સહકારી નેતા દિપક માલાણીએ રાષ્ટ્રીય કોંગ્રેસ કાર્યાલય દિલ્હી ખાતે નેતા વિપક્ષ ધાનાણીથી નારાજ થઈને ધરણા કરવાની અનુમતિ આપવાનો પત્ર દિલ્હી ખાતે લખતા અમરેલીનું રાજકારણ દિલ્હીમાં ગરમાવવાની શકયતા વધી છે.