Connect Gujarat
ગુજરાત

આણંદ : ડો. જીવરાજ મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીને MSME મંત્રાલય દ્વારા ઇન્ક્યુબેશન સેન્ટર તરીકેની મંજૂરી મળી

આણંદ : ડો. જીવરાજ મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીને MSME મંત્રાલય દ્વારા ઇન્ક્યુબેશન સેન્ટર તરીકેની મંજૂરી મળી
X

આણંદ જિલ્લાના મોગર ખાતે આવેલ ડો.જીવરાજ મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીને ભારત સરકારના MSME મંત્રાલય દ્વારા “ઉદ્યોગસાહસિક અને મેનેજમેન્ટલ ડેવલપમેન્ટ” માટે સપોર્ટની યોજના હેઠળ હોસ્ટ ઇન્સ્ટિટ્યૂટ / બિઝનેસ ઇન્ક્યુબેટર સેન્ટરની મંજૂરી મળેલ છે. સ્ટાર્ટઅપ ઇન્ક્યુબેશન સેન્ટર-ડીજેએમઆઈટી (SICD) એ ગુજરાત રાજ્યની એકમાત્ર એન્જિનિયરિંગ કોલેજ છે કે જેને ભારત સરકારના MSME મંત્રાલય- દ્વારા ઇન્ક્યુબેશન સેન્ટર તરીકે મંજૂરી મળેલ છે.

આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ સર્જનાત્મક આઈડિયા ધરાવતા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સહન, માર્ગદર્શન તેમજ નાણાકીય સહાય પુરો પાડવાનો છે. ગત યોજના અંતર્ગત, MSME દ્વારા પસંદ થયેલ સ્ટાર્ટ-અપ આઈડિયાને 15 લાખ સુધીની સહાય આપવામાં આવી શકે છે. કોઈ પણ ભારતીય નાગરિક પોતાના સ્ટાર્ટ-અપ આઈડિયાના સપોર્ટને લાગતી માહિતી મેળવવા માટે સંસ્થા નો સંપર્ક કરી શકે છે.

કેતન દસાડિયા કેન્દ્રના સેન્ટર હેડ, ડો.અમિત રાય(IIT-Roorkee) કેન્દ્રના મેન્ટોર અને પ્રો. અનિરુદ્ધ સિંઘ કેન્દ્રના કોઓર્ડીનેટર છે. આ પ્રસંગે DJMITના ચેરમેન નરેન્દ્રભાઈ, ડિરેક્ટર સંજયભાઈ, હિમાંશુભાઈ, કમલેશભાઈ અને પ્રિન્સિપાલ ડો. બી આર પારેખએ SICDને સમૃદ્ધિ મળે તેવી શ્રેષ્ઠ શુભેચ્છાઓ આપી હતી.

Next Story