આણંદ : સી.પી. કોલેજ પાસે વડાપાઉની લારી ધરાવતાં પિતા-પુત્રએ યુવાનની કરી હત્યા

New Update
આણંદ : સી.પી. કોલેજ પાસે વડાપાઉની લારી ધરાવતાં પિતા-પુત્રએ યુવાનની કરી હત્યા

આણંદમાં સી. પી. કોલેજ પાસે વડાપાઉની લારી ચલાવતાં યુવક અને તેના પિતાએ બે મિત્રો ઉપર જીવલેણ હુમલો કરતાં એક મિત્રનું મોત થયું છે જયારે અન્ય ગંભીર રીતે ઘાયલ થયો છે. પોલીસે ફરાર થઇ ગયેલાં હત્યારાઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.

બનાવની વિગતો પર નજર નાખવામાં આવે તો  મૈત્રીક આશિષ પટેલ તેના મિત્ર શશાંક રાજેશભાઈ

ભાટીયા સાથે સી.પી.કોલેજ પાસે આવેલી વડાપાઉની લારી ઉપર ગયાં હતાં. બંને મિત્રો

લારી પર પહોંચ્યાં ત્યારે લારી ઉપર નિલેશ પ્રજાપતિ અને તેના પિતા ખુમાનજી હાજર

હતાં નિલેશ વડાપાઉં બનાવતો હતો એ વખતે શશાંકે એક દિવસ અગાઉ બનેલા બનાવ વિશે

નિલેશને પૂછતા તે ઉશ્કેરાઇ ગયો હતો. તેણે લારી પર રહેલી છરીથી શશાંક પર હુમલો કરી

તેને છરીના ઘા મારી દેતાં તે ફસડાઇ પડયો હતો. શશાંક સાથે આવેલો મૈત્રીક તેને

બચાવવા દોડતાં નિલેશ અને તેના પિતાએ ભેગા મળી તેના ઉપર પણ હુમલો કરી દીધો હતો.

ઇજાગ્રસ્ત શશાંકને સારવાર માટે નજીકના દવાખાને ખસેડાયો હતો પણ તેનું મોત થઇ ચુકયું

હતું. ઇજાગ્રસ્ત મૈત્રિક હાલ સારવાર હેઠળ છે. ઘટનાની જાણ થતા રેન્જ આઈ.જી એ. કે.

જાડેજા સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ગુનો નોંધી ફરાર આરોપીઓ

ની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે. આણંદ જિલ્લામાં બે દિવસમાં હત્યાના બે

બનાવથી લોકોમાં ભય ફેલાયો છે.

Latest Stories