Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરઃ લોખંડની શાફ્ટીંગ અને પિત્તળનાં વાલ્વ સાથે ત્રણ ઝડપાયા

અંકલેશ્વરઃ લોખંડની શાફ્ટીંગ અને પિત્તળનાં વાલ્વ સાથે ત્રણ ઝડપાયા
X

તાલુકા પોલીસે કુલ રૂપિયા 7.55 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી

અંકલેશ્વર તાલુકા પોલીસે બાતમીના આધારે પાનોલી ઓવર બ્રિજ નીચેથી ટેમ્પાને રોકતા તેમાંથી લોખંડની સાફટીંગ 1780 કિલો અને અન્ય એક ટેમ્પામાં ટેમ્પામાં પિત્તળના વાલ્વ 950 કિલો મળી આવ્યા હતા. જેની ચાલકો પાસે કોઈ પાસ પરમીટ કે પુરાવા નહીં મળતાં પુછપરછ હાથ ધરી હતી. બન્ને ટેમ્પામાથી મળેલો સામાન 2,71,900ની કિંમતનો સામાન તથા બન્ને ટેમ્પાની કિંમત મળી કૂલ રૂપિયા 7.55 લાખનો મુદ્દામાલ કબ્જે લઈ ત્રણ શખ્સોની અટકાયત કરી હતી. તાલુકા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અંકલેશ્વર તાલુકા પોલીસ ગણેશ વિસર્જનના બંદોબસ્તમાં વ્યસ્ત હોવા છતાં પણ પોલીસને મળેલી બાતમીના આધારે પાનોલી ઓવરબ્રિજ નીચે વોચ ગોઠવી હતી. બાતમીના આધારે ત્યાંથી પસાર થઈ રહેલા છોટાહાથી ટેમ્પાને ઉભો રાખ્યો હતો. પોલીસે ડ્રાઈવરની પુછપરછ કરતાં તેનું નામ સુલતાન મઝુબુલ્લા શાહ રહે. કાપોદ્રા હોવાનું તેમજ બાજુની સીટ પર બેસેલ યુવાન અહમદ તોહીદખાન રહે. ભડકોદ્રા જણાવ્યું હતું. પોલીસે ટેમ્પાની અંગ ઝડતી લેતા તેમાંથી લોખંની સાફટીંગ 1780 કિલો આધાર પુરાવા વગરની હોવાનુ જણાયું હતું. જેની કિંમત 34400 થાય છે. ડ્રાઈવર પાસે રહેલ એક મોબાઈલની કિંમત 4000 રૂપિયા તથા બાજુની સીટ પર બેસેલા યુવાનના 1 મોબાઈલ 4000 રૂપિયા તેમજ કીપેડ વાળો મોબાઈલ 500 મળી કુલે 4500ના એમ ત્રણે મોબાઈલ મળી 8500 નો મોબાઈલ તેમજ મુદ્દામાલ કબ્જે લીધો હતો.

બીજા ટેમ્પામાં તલાસી લેતા આધાર પુરાવા વગરના કોથળામાં ભરેલા 950 કિલો વજનના પીત્તળના વાલ્વ મળી આવ્યા હતાં. જેની એક કિલોની કિંમત 250 લેખે 2,37,500 થાય છે. પોલીસે તેની પુછપરછ કરતા પિત્તળના વાલ્વ તેણે વાઘોડીયા જીઆઈડીસીમાં આવેલી અલ્ટ્રા પ્યોર ગેસીસ પ્રાઈવેટ લિમીટેડની સામે આવેલ કંપનીમાંથી પ્રમોદ ઉર્ફે કાલાબિહારી નામના શખ્સે ભરાવેલા હોવાનું જણાવ્યું હતું. પોલીસે બન્ને ટેમ્પાનો 7.55 લાખનો મુદ્દામાલ કબ્જે લઈ ત્રણેય શખ્સોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story