Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરનું નામ જેના ઉપરથી પડ્યું તે અંતર્નાથ મહાદેવ, શ્રાવણ માસમાં ઉમટે છે શ્રદ્ધાળુઓ

અંકલેશ્વરનું નામ જેના ઉપરથી પડ્યું તે અંતર્નાથ મહાદેવ, શ્રાવણ માસમાં ઉમટે છે શ્રદ્ધાળુઓ
X

આ મંદિરનું મહાત્મ્ય નર્મદા પુરાણ સહિત અનેક ગ્રંથોમાં જોવા મળે છે.

પવિત્ર શ્રાવણમાસનો આજે પ્રથમ સોમવાર છે. ત્યારે વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. અંકલેશ્વર શહેરનું નામ જેના ઉપરથી પડ્યું છે તેવા અંતર્નાથ મહાદેવ આજે પણ જાણીતા છે. શહેરનાં ગોયાબજાર વિસ્તારમાં આવેલા આ મહાદેવનાં મંદિરે આજે સોમવારે પૂજા અર્ચના માટે વહેલી સવારથી જ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

શ્રાવણ મહિનાનાં પ્રથમ સોમવારે મહાદેવ મંદિરમાં વિશેષ આરતી પણ યોજાતી હોય છે. આજના દિવસે ભગવાન ભોલેનાથના દર્શન કરવા માટે વહેલી સવારથી ભક્તોએ મંદિર બહાર લાંબી કતાર લગાવી હતી. અને દેવાધિદેવ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મંદિરનાં પુજારીએ અંકલેશ્વરનાં ગોયા બજાર સ્થિત અંતર્નાથ મહાદેવની પૌરાણિક કથા અને તેનું મહાત્મ્ય સમજાવ્યું હતું. તેમણે કહ્યું કે, આ મંદિરનું મહાત્મ્ય નર્મદા પુરાણ સહિત અનેક ગ્રંથોમાં જોવા મળે છે. અને ખાસ કરીને શ્રાવણના સોમવારે અહીં શ્રદ્ધાળુઓ આસ્થા સાથે ભગવાનનાં દર્શન કરવા માટે આવે છે.

Next Story