Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરઃ 50 ફૂટનાં રાવણનું થશે દહન, આતશ બાજી માટે કરાય છે ખાસ તૈયારી

અંકલેશ્વરઃ 50 ફૂટનાં રાવણનું થશે દહન, આતશ બાજી માટે કરાય છે ખાસ તૈયારી
X

ONGC ખાતે રાવણ દહનનું કાઉન-ડાઉન શરૂ, 45 ફૂટના કુંભકર્ણ અને મેઘનાથના પૂતળાનું પણ નિર્માણ કરાયું

અંકલેશ્વર સ્થિત ઓએનજીસી ખાતે પ્રતિવર્ષ ખાસ પ્રકારે રાવણ દહનનો કાર્યક્રમ યોજાય છે. જેનું કાઉન-ડાઉન શરૂ થઈ ગયું છે. આ કાર્યક્રમ માટેની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. અહીં 50 ફૂટ ઉંચા રાવણ તેમજ 45 ફૂટના કુંભકર્ણ અને મેઘનાથના પૂતળાનું નિર્માણ કરવામાં આવ્યું છે. ઓએનજીસી કમ્પાઉન્ડમાં આવેલી કેન્દ્રીય વિદ્યાલયનાં ગ્રાઉન્ડ ખાતે આ વર્ષે રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે. જેમાં મહારાષ્ટ્રમાંથી વિશેષ આતીશબાજી માટેનાં ફટાકડા માટે કારીગરો આવે છે. રાવણ દહનને અનુલક્ષીને 5 દિવસથી જ રામલીલા પણ સ્થાનિક કલાકારો ભજવી રહ્યા છે.

અંકલેશ્વર ઓએનજીસી ખાતે ફરજ બજાવતા ઉત્તર ભારતીય સમાજ દ્વારા છેલ્લા 40 વર્ષ થી રાવણ દહન અને રામલીલાનો કાર્યક્રમ યોજવામાં આવે છે. આગામી 19 મી ઓક્ટોબરના રોજ દશેરા પર્વના રોજ ભગવાન રામનો લંકા પર વિજય ઉત્સવ એટલે આસુરી શક્તિ પર વિજયનાં પર્વને અનુલક્ષીને રાવણ દહનનો કાર્યક્રમ યોજવામાં આવશે. છેલ્લા 35 દિવસથી રામલીલા સમિતિ દ્વારા રાવણના વિશાળ કદના પૂતળાને બનાવવામાં આવી રહ્યું છે. જેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ કાર્ય હાલ અંતિમ ચરણમાં પહોંચતા તેને કેન્દ્રીય વિદ્યાલય ખાતે ઉભા કરવાની તજવીજ ચાલી રહી છે.

Next Story