-
અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી છે શાળા
-
સંસ્કારદીપ વિદ્યાલયમાં આયોજન
-
સાંસ્કૃતિ કાર્યક્રમનું આયોજન કરાયુ
-
વિદ્યાર્થીઓએ લીધો ઉત્સાહભેર ભાગ
-
શાળા પરિવાર રહ્યો ઉપસ્થિત
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ પીડીએફ સંસ્કારદીપ વિદ્યાલયમાં સંસ્કૃતિ એ જ આપણી સભ્યતા વિષય પર સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
અંકલેશ્વર જી.આઇ.ડી.સી.માં આવેલી શ્રીમતી પી.ડી.શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલયમાં સંસ્કૃતિ એ જ આપણી સભ્યતા વિષય પર ધોરણ 7ના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આજની યુવા પેઢીને ઉજાગર કરવા ભારતીય સંસ્કૃતિ અને વિદેશી સંસ્કૃતિના ભેદ વિશેના નાટકો અને ગીતો દ્વારા સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં શાળાના કેમ્પસ ડાયરેક્ટર દીપ્તિમેડમ, આચાર્યા રૂપા મેડમ, શિક્ષકગણ ,વાલીઓ તેમજ વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી.