• અંકલેશ્વરના ભાદી ગામનો બનાવ

  • દીપડો પાંજરે પુરાયો

  • વન વિભાગ દ્વારા ગોઠવવામાં આવ્યું હતું પાંજરું

  • દીપડાને જોવા લોકોના ટોળા ઉમટ્યા

  • વન વિભાગે કબજો મેળવ્યો

અંકલેશ્વર તાલુકાના ભાદી ગામની સીમમાંથી દીપડો પાંજરે પુરાયો હતો.વન વિભાગ દ્વારા દીપડાને સુરક્ષિત સ્થળે છોડી મુકવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
અંકલેશ્વર તાલુકામાં દીપડાના સતત દેખાવને કારણે ગ્રામજનોમાં ચિંતા વધી રહી છે. ભાદી ગામની સીમમાં દીપડો નજરે પડતા સ્થાનિક લોકોએ વનવિભાગને જાણ કરી હતી. ત્યારબાદ વનવિભાગે પાંજરું ગોઠવ્યું અને મારણ મુકતા દીપડો તેમાં ફસાઈ ગયો.આ ઘટના બાદ દીપડાને જોવા માટે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.વનવિભાગ દ્વારા દીપડાનો કબજો મેળવી તેને સુરક્ષિત જગ્યાએ છોડી મુકવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.મહત્વની વાત એ છે કે એક દિવસ પહેલાં જ સેંગપુર ગામની સીમમાંથી પણ દીપડો પકડાયો હતો. આથી સ્પષ્ટ થાય છે કે આ વિસ્તારમાં દીપડાની અવરજવર વધી રહી છે, શક્ય છે કે તેઓ ખોરાક કે રહેઠાણની શોધમાં ગામની નજીક આવી રહ્યા હોય.