અંકલેશ્વર : પ્રતિન ચોકડી નજીક રીક્ષામાંથી મુસાફરના મોબાઈલની ચોરી, પોલીસ ફરિયાદ નોંધાઇ

New Update
અંકલેશ્વર : પ્રતિન ચોકડી નજીક રીક્ષામાંથી મુસાફરના મોબાઈલની ચોરી, પોલીસ ફરિયાદ નોંધાઇ

ભરૂચ અંકલેશ્વરના જૂના નેશનલ પ્રતિન ચોકડીથી માનસી હોંડા શો રૂમ પાસે રિક્ષામાં બેઠેલા ચાર ગઠિયાઓએ મુસાફર ખિસ્સામાંથી મોબાઈલની ચોરી કરતાં પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે

વાલિયા તાલુકાનાં કોંઢ ગામના વડ ફળિયામાં રહેતા વિશાલ હસમુખભાઈ વસાવા ગત તારીખ-27મી સપ્ટેમ્બરના રોજ અંકલેશ્વરની પ્રતિન ચોકડીથી મહાવીર ટર્નિંગ ખાતે રિક્ષામાં બેસી જઈ રહ્યો હતો તે વેળા રિક્ષામાં આગળ બેસેલ મુસાફર પાછળ બેસવા આવ્યો હતો અને તેને વિશાલ વસાવાને આગળ પાછળ બેસવાનું કહ્યું હતું તે સમયે રિક્ષા ચાલકે યુવાનને આગળ બેસવા જણાવ્યુ હતું અને આગળ પણ જ્ગ્યા નહિ હોવાનું કહી ઉતારી મૂક્યો હતો તે દરમિયાન યુવાને ખિસ્સામાં મુકલે મોબાઈલ જણાય આવ્યો ન હતો જેથી તેને ફોનની ચોરી થઈ હોવાનું જણાયું હતું યુવાને રૂપિયા 13 હજારથી વધુના મુદ્દામાલની ચોરી અંગે શહેર પોલીસ મથકે રિક્ષા ચાલક સહિત ચાર ઇસમો વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.

Latest Stories