અંકલેશ્વર : અંબિકાનગરમાં મહિલા પાસેથી સાડા ત્રણ તોલા સોનુ પડાવી ગઠિયા ફરાર

0
369

અંકલેશ્વરના દિવા રોડ પર આવેલી અંબિકાનગર સોસાયટીમાં સોનુ ચમકાવી આપવાના બહાને બે ગઠિયાઓ મહિલા પાસેથી સાડા ત્રણ તોલા સોનુ તફડાવી ગયા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

અંકલેશ્વરના દીવા રોડ પર આવેલી અંબિકાનગર સોસાયટીમાં સવારના સમયે બે ગઠિયાઓએ પ્રવેશ કર્યો હતો. તેઓ સોનુ ચમકાવી આપતા હોવાની વાત કહી સોસાયટીમાં રહેતાં જશુબેન રાણાના ઘરે ગયાં હતાં. બંને ગઠીયાઓએ પહેલા ચાંદીની મુર્તિ અને વાસણોને ચમકાવી આપી જશુબેનને વિશ્વાસમાં લીધાં હતાં. ત્યારબાદ તેમણે સોનુ ચમકાવી આપવાનું કહેતા જશુબહેને તેમના સોનાના ઘરેણા આપ્યાં હતાં. દરમિયાન ગઠીયાઓ જશુબેનની નજર ચુકવી સોનાના દાગીના લઇને ફરાર થઇ ગયાં હતાં. તેમણે બનાવ સંદર્ભમાં અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here