અંકલેશ્વરઃ અમરાવતી બ્રિજ ઉપર અજાણ્યા વાહનની ટકકરે બાઈક ચાલકનું મોત

New Update
ભરૂચનાં વરેડિયા નજીક અજાણ્યા વાહનની ટક્કરે બે પદયાત્રીઓના મોત

ભરૂચનાં બાયપાસ વિસ્તારમાં રહેતા એક વ્યક્તિ બાક લઈને હાઈવે ઉપરથી પસાર થતાં મોતને ભેટ્યા

અંકલેશ્વરના મોતાલી પાસેથી પસાર થતા નેશનલ હાઇવે ઉપર આવેલા અમરાવતી બ્રિજ પર અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારતા ચાલકનું મોત નીપજ્યું હતું. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ઘટના અંગે મળતી માહિતી મુજબ ભરૂચના બાયપાસ વિસ્તારમાં નેશનલ પાર્ક સોસાયટીમાં રહેતા સલીમ ઇબ્રાહિમ સેવક પોતાની બાઈક નંબર GJ-6 JC-8073લઈને નેશનલ હાઈવે ઉપરથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન અંકલેશ્વર તાલુકાના મોતાલી ગામ પાસે અમરાવતી બ્રિજ ઊપરથી પસાર થતા કોઈ અજાણ્યા વાહન ચાલકે તેઓની બાઈકને ટક્કર મારી હતી. જ્યારે અકસ્માત સર્જક વાહન ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. બાઈક ચાલક સલીમ સેવકને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ અકસ્માતની જાણ શહેર પોલીસ મથકને થતા પોલીસે દોડી આવી અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories