Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરઃ બાકરોલ ગામેથી મળ્યો દુર્લભ પ્રજાતિનો ગણાતો સાપ આંધળી ચાકણ

અંકલેશ્વરઃ બાકરોલ ગામેથી  મળ્યો દુર્લભ પ્રજાતિનો ગણાતો સાપ આંધળી ચાકણ
X

જિવદયા પ્રેમીઓને જાણ કરાતાત તેને પકડીને સલામત સ્થળે ખસેડવાની તજવીજ શરૂ કરી

અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામે અતિ દુર્લ્લભ ગણાતા આંધળી ચાકણ નામ નો સાપ મળી આવ્યો હતો. જોકે સ્થાનિક લોકોએ જીવ દયા પ્રેમીને તેની જાણ કરતાં તેને પકડીને સુરક્ષિત સ્થળે છોડવાની તજવીજ હાથ ધરી હતી.

અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામે આંધળી ચાકણ નામનો દુર્લભ પ્રજાતિનો સાપ જોવા મળ્યો હતો. આ અંગેની જાણ ગામલોકોએ જીવદયા પ્રેમી તરુણ પટેલને કરતાં તેમની ટીમ સ્થળ ઉપર દોડી આવી હતી. જેમણે આ સાપને પકડી સુરક્ષિત જગ્યાએ છોડી મુકવાની તજવી જ હાથ ધરી હતી.

શું છે આંધળી ચાકણ?

આંધળી ચાકણ અથવા આંધળી ચાકણ એ દક્ષિણ એશિયાના દેશોમાં જોવા મળતો એક પ્રકારનો બિનઝેરી સાપ છે. આ સાપ ઇરાન, પાકિસતાન અને ભારતમાં જોવા મળે છે. આ સાપની કોઇ પેટા જાતિ હજી સુધી શોધાઇ નથી. તે ખાસ કરીને ભારતમાં સૌથી વધુ જોવા મળે છે. આ સાપને "બે મોઢાવાળા સાપ" તરીકે પણ લોકો ઓળખે છે. ભારતમાં આ સાપ તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક તથા સૂકા વિસ્તારોમાં વધુ જોવા મળે છે. તે રેતાળ તેમ જ રણ જેવા સૂકા પ્રદેશમાં સરળતાથી સરકી શકે છે.

Next Story