અંકલેશ્વર નગરપાલિકાના નવ બોર્ડની યોજનારી ચૂંટણી માટે ભાજપ એ ઉમેદવારોના નામની જાહેરાત કરી છે જેમાં અનેક દિગજની ટિકિટ કપાય છે જ્યારે નવા અને યુવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે ભાજપે નો રીપીટ થિયરી અપનાવતા માત્ર આઠ ઉમેદવારોને જ ફરી એક વખત ટિકિટ આપી છે

અંકલેશ્વર નગર સેવા સદનની આવનારી ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવતા જ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. 9 વોર્ડની કુલ 36 બેઠકોમાંથી માત્ર 8 ઉમેદવારોને જ રિપીટ કરવામાં આવ્યા છે, જ્યારે અનેક મોટા અને જાણીતા ચહેરાઓની ટિકિટ કપાતા પક્ષમાં અસંતોષનો માહોલ ઊભો થયો છે.ઉમેદવારોની પસંદગી પ્રક્રિયામાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ)નું પ્રભુત્વ રહ્યું હોવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે.

વોર્ડ વાઇઝ વિશ્લેષણ

  • વોર્ડ નંબર 1માં પૂર્વ કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલનું નિધન થતા તેમના સ્થાને ભાજપના જુના કાર્યકર અને સ્વરછ છબી ધરાવતા સંદીપ જમીયત પટેલને ટીકીટ આપવામાં આવી, આ વોર્ડમાં કિંજલ ચૌહાણને રિપીટ કરાયા છે.3 નવા ઉમેદવારોને સ્થાન

  • વોર્ડ નંબર 2માં શિલ્પા સુરતી,વિરલ મકવાણા, પૂર્વ ઇન્ચાર્જ પ્રમુખ ભાવેશ કાયસ્થ અને પૂર્વ પ્રમુખ વિનય વસાવાને રિપીટ કરવામાં આવ્યા છે

  • વોર્ડ નંબર 3માં પૂર્વ પ્રમુખ સંદીપ પટેલનું પત્તુ કપાયું જ્યારે સુનિતા વસાવા, મનીષા પટેલ,નરેન્દ્ર પટેલ, અંકિત રાઠોડ આ તમામ ઉમેદવારો નવા છે. નરેન્દ્ર પટેલ શહેર ભાજપના પ્રમુખ રહી ચૂક્યા છે જ્યારે અંકિત રાઠોડને મોટા માથાનો હાથ ફળ્યો છે.

  • વોર્ડ નંબર 4માં પૂર્વ પ્રમુખ અને ભ્રષ્ટાચારના આરોપથી ઘેરાયેલા લલિતા રાજપુરોહિતની ટીકીટ કપાઈ છે જ્યારે વિશાલ ચૌહાણને રિપીટ કરવામાં આવ્યા છે.નવા ઉમેદવારોમાં મીનાક્ષી ચાવડા,સુનિતા વસાવા અને સાફી શેખનો સમાવેશ થાય છે.

  • વોર્ડ નંબર 5મા મનીષા વસાવા,સુફના કુરેશી,જેનિષ મોદી અને નવીન ભાવસારનો સમાવેશ થાય છે.આ વોર્ડમાં પણ તમામ ઉમેદવારો નવા છે

  • વોર્ડ નંબર 6માં ભાજપની યાદીમાં કિંજલ રાણાનું નામ ભાજપની યાદીમાં જાહેર થયું હતું જો કે પાછળથી ટીકીટ કાપી તેમના સ્થાને જ્યોત્સના રાણાને ટીકીટ મળી છે. આ ઉપરાંત આ વોર્ડમાં ચેતન ગોળવાળાને રિપીટ કરવામાં આવ્યા છે. જ્યારે અમિષા પટેલ અને સતીષ રાઠોડ નવા ઉમેદવારો છે.

  • વોર્ડ નંબર 7માં ભાજપના મોટામાથા સુધીર ગુપ્તાને 3 ટર્મ નડી જતા તેમની ટીકીટ કપાય છે જ્યારે નીતિન વકીલની ટીકીટ કાપતા તેઓએ અપક્ષ ઉમેડવારી નોંધાવી છે. આ વોર્ડમાં દીક્ષિતા રાણા,સોનલ વસાવા,તરુણ પટેલ અને રાહુલ વામજાને ટીકીટ આપવામાં આવી છે.

  • વોર્ડ નંબર 8માં તમામ નવા ચહેરાને સ્થાન આપવામાં આવ્યું છે જેમાં સવિતા વસાવા,સઇદાબીબી શેખ,નરેશ આહીર અને આઝમ પઠાણને ટીકીટ આપવામાં આવી છે.

  • વોર્ડ નંબર 9માં પૂર્વ પ્રમુખ પુષ્પા મકવાણાને 3 ટર્મ નડી જતા તેમની ટીકીટ કપાય છે. આ વોર્ડમાં પણ તમામ ઉમેદવારો નવા છે જેમાં કિંજલ પટેલ,કુસુમ વસાવા,જીગ્નેશ અંદાડીયા અને અશોક પટેલનો સમાવેશ થાય છે.

ભાજપે ઉમેદવારો જાહેર કરતા જ અસંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે અંકલેશ્વર નગરપાલિકામાં ભાજપના કેટલાક નેતાઓ અપક્ષ ઉમેદવારી નોંધાવી પક્ષના જ ઉમેદવારોને પડકાર આપી શકે છે આ તરફ ભાજપે ડેમેજ કંટ્રોલની કવાયત શરૂ કરી છે