અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા  જવાહરબાગ ખાતે ડો.શ્યામા પ્રસાદ મુખર્જીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી ઉપસ્થિત રહ્યા હતા.

ડો.શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે  અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા  જવાહર બાગ ખાતે આવેલ ડો. શ્યામા પ્રસાદ મુખર્જીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ,પુષ્પાંજલિ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી ઉપસ્થિત રહ્યા હતા,અને  ડો. શ્યામા પ્રસાદ મુખર્જીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા, અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ જીજ્ઞેશ અંદાડિયા, નગરપાલિકાના સભ્યો અને ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.અને ડો.શ્યામા પ્રસાદ મુખર્જીના રાષ્ટ્રસેવા અને જાહેર જીવનમાં આપેલા યોગદાનને યાદ કરી તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.