New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/09/Untitled-1-copy-7.jpg)
અભ્યાસ છોડી દીધો હોય તેવી દિકરીઓને ભણાવનાર શિક્ષકો-દાતાઓનું પણ સન્માન કરાયું
અંકલેશ્વર ઉદ્યોગ મંડળ અને રાજારામ સાંસ્કૃતિક સેવા ટ્રસ્ટ તથા અંકલેશ્વર ફિલેનથોપીક સોસાયટી દ્વારા વિદ્યા સંજીવની પુરસ્કાર અને ઇનામ વિતરણ કાર્યકામ યોજાયો હતો. જિલ્લા વિકાસ અધિકારી ક્ષિપ્રા અગ્રેની અધ્યક્ષતામાં
અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત ડાયમંડ ચિન્ડ્રલ એસોસીએશન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સ્કૂલમાં નિવૃત થયેલા શિક્ષકને સન્માનિત કરવામાં આવ્યા હતા. તો જે બહેનોએ અભ્યાસ છોડી દીધો હોય તેવી દિકરીઓને ભણાવીને પાસ કરાવનાર શિક્ષકો-દાતાઓનું પણ સન્માન કરાયું હતું. આ પ્રસંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળનાં પ્રમુખ મહેશ પટેલ, રાજારામ સેવા ટ્રષ્ટનાં અધ્યક્ષ શીવરામજી અગ્રવાલ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories