અંકલેશ્વર : દઢાલ ગામની અમનપાર્ક સોસાયટીમાં એક જ રાતમાં ૬ મકાનોના તાળા તુટ્યાં

New Update
અંકલેશ્વર : દઢાલ ગામની અમનપાર્ક સોસાયટીમાં એક જ રાતમાં ૬ મકાનોના તાળા તુટ્યાં

વારંવારની રજૂઆત પોલીસ ધ્યાને ન લેતાં હોવાનો રહીશોનો આક્ષેપ

અંકલેશ્વરના દઢાલ ગામે એક જ રતમાં છ જેટલા મકાનોના સાગમટે તાળી તોડી તસ્કરો લાખોની મત્તાની ચોરી કરી ફરાર થઈ જવાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે.

ઘટના અગે પ્રાપ્ત પ્રાથમિક વિગત અનુસાર અંકલેશ્વરના દઢાલ ગામ સ્થિત અમનપાર્ક સોસાયટીના ૬ જેટલા મકાનોને તસ્કરોએ નિશાન બનાવતા સોસાયટીના લોકોમાં ફફડાટ ફેલાવા પામ્યો છે.આ અંગે પોતાનો આક્રોસ વ્યક્ત કરી આક્ષેપ કરતા અમનપાર્ક સોસાયટીના રહિશ જુબેરભાઇ સુલેમાન બેલીફે કનેકટ ગુજરાત સાથેની વાતચિતમાં જણાવ્યું કે, તા.૧૦મીની રાતે અમન પાર્ક સોસાયટીના ૬ જેટલા મકાનોના તાળાતુટ્યાની ખબર અમોને આજે સવારે પડી છે. આજથી દોઢ મહિના અગાઉ દઢાલ મદ્રેશા ટ્રસ્ટની ૮ જેટલી દુકાનોના તાળા તુટ્યા હતા. ત્યાર બાદ ગામમાંથી એક લાખ રૂપિયાની કિંમતના બકરાની ચોરી થઈ હતી.ત્યારથી જ અમો સોસાયટીના રહીશો દ્વારા પોલીસને પેટ્રોલીંગ વધારવા માંગ કરી રજૂઆતો કરાઇ હતી છતાં પણ પોલીસ વિભાગ દ્વારા અમારી રજૂઆતોને ધ્યાને ન લેતા આજે પુન: એકવાર ગત રાતે ૬ થી ૭ જેટલા મકાનોના તાળા તોડી ઘરમાંથી લાખોની મત્તા લઈ તસ્કરો ફરાર થયાની ઘટના બનવા પામી છે.જેથી અમારી પોલિસ વિભાગને નાઇટ પેટ્રોલીંગ સઘન બનાવવા માંગ છે. હાલમાં તો પોલીસે ગામમાં આવી ઘર માલિકો પાસે ચોરીની વિગતો મેળવી તેમની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.

Latest Stories