Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરઃ લોકોને ફિટનેશ ફંડા શીખવાડવા માટે આવી રહ્યા છે ભૂવન ચૌહાણ

અંકલેશ્વરઃ લોકોને ફિટનેશ ફંડા શીખવાડવા માટે આવી રહ્યા છે ભૂવન ચૌહાણ
X

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એક ઝુંભેશ શરૂ કરી છે કે 'હમ ફીટ તો ઈન્ડિયા ફીટ'

ભારતમાં ફિટનેસ કોન્સિયસ લોકોની સંખ્યા ખૂબ ઓછી છે. ફિટનેસ લેવલ પણ ખૂબ ઓછું છે. મોટા શહેરોમાં સેલિબ્રિટીએ ફિટનેસ લેવલને અચિવ કર્યા છે અને આગળ વધાર્યા છે. ખૂદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એક ઝુંભેશ શરૂ કરી છે કે 'હમ ફીટ તો ઈન્ડિયા ફીટ'. લોકોને તંદુરસ્ત જીવન માટે વડા પ્રધાને અપિલ કરવી પડે છે. ત્યારે અંકલેશ્વરનાં આંગણે ફિટનેશ ફંડા સમજાવવા માટે ભૂવન ચૌહાણ આવી રહ્યા છે. જેમનો એક સેમિનાર યોજાવાનો છે.

અંકલેશ્વરમાં છેલ્લા 21 વર્ષથી કાર્યરત બોડી એન્ડ મસસ્લ ફેક્ટરી(BMF)દ્વારા બોડિ બિલ્ડીંગ સ્ટાર ભૂવન ચૌહાણને ઈન્વાઈટ કરવામાં આવ્યા છે. જેમણે માત્ર 24 વર્ષની ઉંમરે ભારત માટે ટાઈટલ મેળવ્યું છે. આયોજકોનું કહેવું છે કે, જીવનમાં આવતી સામાન્ય બિમારીઓને દુર કરવા માટે ખાસ કરીને લાઈફસ્ટાઈલને રિલેટેડ બિમારીઓને કંન્ટ્રોલ કરવા માટે ફિટનેસ લેવલ વધારવું જરૂરી છે. ત્યારે ફિટનેસને આગળ ધપાવતા રહ્યા છીએ. લોકોના ફિટનેસ લેવલને વધારવા માટે પ્રયત્નશીલ છે. તા. 3 ઓક્ટોબર સાંજે 4 વાગ્યાથી સેમિનારનું સનપ્લાઝા હોટલમાં આયોજન કરવામાં આવ્યું છે. ઘણી વખત લોકો સ્પર્ધામાં ભાગ લે છે પણ ચેઝિંગ નથી કરી શકતા. તો કેવી રીતે તેને અચિવ કરવું તે અંગે માહિતી આપશે.

Next Story