/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/10/Ankleshwar-1.jpg)
મૂળ મુંબઈનાં અને અંકલેશ્વરમાં નોકરી કરતો પરિવાર રજામાં ઘરે જતાં થઈ હતી ચોરી
અંકલેશ્વરનાં ચીકૂવાડી વિસ્તારમાં રહેતાં મૂળ મુંબઈનાં વ્યક્તિનાં ઘરમાંથી રૂપિયા 1.13 લાખની ચોરી થઈ હતી. જે અંગેની ફરિયાદ તેમણે અંકલેશ્વર શહેર પોલીસ મથકે નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ મુંબઈનાં અને હાલમાં અંકલેશ્વરનાં ચીકૂવાડી વિસ્તારમાં રહેતા દિપક કાંતિલાલ અંકલેશ્વરમાં જ નોકરી કરે છે. જેઓ ગત શનિવારે પોતાને વત મુંબઈ ગયા હતા. દરમિયાન તેમનાં બંધ ઘરને કોઈ તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ ઘરનાં મુખ્ય દરવાજાનો નકૂચો તોડી ઘરમાં પ્રવેશીને બેડરૂમમાં રહેલાં કબાટમાંથી સામાન વેર વિખેર કરી નાંખ્યો હતો. જેમાંથી પર્સમાં મૂકેલા 49,000, સોનાની બે બંગડ જેની કિંમત રૂપિયા 50,000 અને સોનાની વીંટી નંગ - 1 જેની કિંમત રૂપિયા 14,000 મળી કૂલ રૂપિયા 1,13,000ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
દિપક કાંતિલાલને તેમાનાં ઘરમાં ચોરી થયા અંગેની જાણ કરી હતી. બાદમાં મુંબઈથી આવેલા દિપક કાંતિલાલે શહેર પોલીસ મથકે સમગ્ર મામલે ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.