New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/03/maxresdefault-131.jpg)
સામાન્ય રીતે હોળી-ધુળેટીનો તહેવાર આવે એટલે બસ,ટ્રેન મથકો ઉપર મુસાફરોની ભીડ ઉભરાતી જોવા મળે છે. કારણ ઉદ્યોગોમાં રોજગાર અર્થે આવતા તમામ હિન્દીભાષી સહિતના કામદારો પોતાના માદરે વતન હોળી મનાવવા અચૂક જતા હોય છે.
આ લોકોની હોળી માત્ર એક કે બે દિવસ નહીં પરંતુ કેટલાક કામદારો મહીના ઉપરની રજા ભોગવતા હોય ઉદ્યોગોને કામદારોના અભાવે કરોડોનું નુકશાન વેઠવાનો પણ વારો આવ્યો છે. એક તરફ જી.આઇ.ડી.સી દ્વારા અપાતા પાણીની તંગી અને બીજી તરફ કામદારોની સામુહીક રજાઓના પગલે અને જયારે પરત ફરવાનો સમય આવે ત્યારે તેમને રીઝર્વેશન ના મળતા આવવામાં મોડું થતાં અને આ સ્મયા દરમિયાન પ્રોડક્શન ઓછું આવતા મંદી જેવો માહોલ સર્જાતા ઉદ્યોગ જગતને પડતા પર પાટુ જેવી દશા માંથી પસાર થવાનો વારો આવ્યો છે.
Latest Stories