અંકલેશ્વર: જયાબેન મોદી હોસ્પિટલ ખાતે વિના મુલ્યે કીડની કેર કેમ્પ યોજાયો

New Update
અંકલેશ્વર: જયાબેન મોદી હોસ્પિટલ ખાતે વિના મુલ્યે કીડની કેર કેમ્પ યોજાયો

અંકલેશ્વરના વાલિયા રોડ ઉપર આવેલ જયાબેન મોદી હોસ્પિટલ ખાતે વિના મુલ્યે કીડની કેર કેમ્પ યોજાયો હતો. જે.બી. કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ લીમીટેડ તેમજ મુંબઈના વરિષ્ઠ અને નિષ્ણાંત નેફ્રોલોજીસ્ટની ટીમ દ્વારા અંકલેશ્વરના વાલિયા રોડ ઉપર આવેલ જયાબેન મોદી હોસ્પિટલ ખાતે વિના મુલ્યે કીડની કેર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં નિષ્ણાંત ડોકટરોએ દર્દીઓને ચેકઅપ કર્યા બાદ સારવાર આપી હતી આ કેમ્પનો ૨૦૦થી વધુ લોકોએ લાભ લીધો હતો.સદર કેમ્પમાં મુંબઈના નેફ્રોલોજીસ્ટ ડો.જાતિન કોઠારી,ડો.વીરેન્દ્ર ગુપ્તા અને ડો,આલમ શાહ તેમજ જયાબેન મોદી હોસ્પિટલના ડો.સંતોષભાઈ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

Latest Stories