અંકલેશ્વરઃ જે.એન.પીટીટ લાઈબ્રેરીમાં ગાંધી જયંતિ નિમિત્તે યોજાયી વકતૃત્વ સ્પર્ધા

New Update
અંકલેશ્વરઃ જે.એન.પીટીટ લાઈબ્રેરીમાં ગાંધી જયંતિ નિમિત્તે યોજાયી વકતૃત્વ સ્પર્ધા

લાયબ્રેરી દ્વારા તમામ સ્પર્ધકોને એક વર્ષ માટે ઓનરરી મેમ્બરશીપ આપી હતી

આજરોજ ગાંધીજીની 150મી જન્મ જયંતિ નિમિત્તે વિવિધ સંસ્થાઓ દ્વારા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત અંકલેશ્વરની જે.એન.પીટીટ લાયબ્રેરી ખાતે શહેરની વિવિધ શાળાનાં બાળકો માટે વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરની શાળાનાં બાળકો ભાગ લીધો હતો. ગાંધીજીના જીવન પ્રસંગોને આધારિત આ વકતૃત્વ સ્પર્ધા યોજાયી હતી. સ્પર્ધકોએ ગુજરાતી, હિંદી અને અંગ્રેજી એમ ત્રણેય ભાષામાં રજૂઆત કરી હતી.

અંકલેશ્વરનાં ચૌટાબજાર સ્થિત 130 વર્ષ જૂની જે.એન.પીટીટ લાઈબ્રેરી ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં 32 બાળકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે કોકીલાબેન પંડ્યા તથા ભારતીબહેને ઉપસ્થિત રહી સેવા આપી હતી. લાઈબ્રેરી દ્વારા આ પ્રસંગને અનુરૂપ ગાંધીજીનું પોર્ટ્રેટ તૈયાર કરવામાં આવ્યું હતું. જેનું અનાવરણ નગર પાલિકા પ્રમુખ દક્ષાબહેન શાહ તથા અંકલેશ્વર રોટરી પ્રમુખ ઈશ્વર સજ્જનનાં હસ્તે કરવામાં આવ્યું હતું.

સ્પર્ધામાં ભાગ લઈ રહેલા બાળકો માટે નગર પાલિકા પ્રમુખ દક્ષાબહેન તથા રોટરી પ્રમુખ ઈશ્વર સજ્જને પ્રોત્સાહક ઉદ્બોધન આપ્યું હતું. આ સ્પર્ધાનાં પ્રથમ ત્રણ વિજેતા બાળકોને આશ્વાસન ઈનામ આપવામાં આવ્યા હતા. સાથે તમામ સ્પર્ધકોને લાઈબ્રેરી તરફથી એક વર્ષની ઓનરરી મેમ્બરશીપ પણ આપવામાં આવી હતી. સાથો સાથ અંકલેશ્વરનાં બે શિક્ષકો પ્રદિપ દોશી અને પ્રકાશ ટેલરને તેમની કળા અને સેવાઓ માટે સન્માનિત કરવામાં આવ્યા હતા.

Latest Stories