Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરઃ રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ ઝડપાયો, મહિલાની અટકાયત

અંકલેશ્વરઃ રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ ઝડપાયો, મહિલાની અટકાયત
X

પાશ્વનાથ સોસાયટીનાં એક મકાનમાંથી દારૂનો જથ્થો કબજે કરી ફરાર બુટલેગરને ઝડપી પાડવા પોલીસે કવાયત હાથ ધરી.

અંકલેશ્વરની પાશ્વનાથ સોસાયટીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે પોલીસે મહિલાને ઝડપી પાડી હતી. જ્યારે દારૂનો જથ્થો રાખનાર કુખ્યાત બુટલેગર સુજાત ખાન પઠાણ ફરાર થઈ જતાં શહેર પોલીસે 38 હજાર ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો કબ્જે કરી ફરાર બુટલેગરને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

પોલીસ સુત્રીય માહિતી મુજબ અંકલેશ્વર શહેર પોલીસને ભાંગવાળ વિસ્તાર માં રહેતી સુશીલાબેન પરભુ વસાવા હાંસોટ રોડ પર આવેલ પાશ્વનાથ સોસાયટીમાં મકાન નંબર A 143 માં વિદેશી દારૂનો જથ્થો સંતાડેલો હોવાની મળેલી બતમી ના આધારે રેડ કરતા મકાન માંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી સુશીલાબેન વસાવાની ધરપકડ કરી 38 હજાર 800ની કિંમતની વિદેશી દારૂની 276 નંગ બોટલ કબ્જે કરી સુશીલા વસાવાની સઘન પૂછપરછ કરતા આ વિદેશી દારૂનો જથ્થો કસ્બાતી વાડ માં રહેતા સુજાત ખાન બસીર ખાન પઠાણ પાસેથી ખરીદેલ હોવાનું જણાવ્યું હતું. જોકે કુખ્યાત બુટલેગર સુજાત ખાન પઠાણ ફરાર થઈ ગયો હતો. શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story