• અંકલેશ્વરમાં પોલીસનો સરાહનીય પ્રયાસ

  • પોલીસ દ્વારા કરાયુ આયોજન

  • લોન ધિરાણ કેમ્પ યોજાયો

  • બી ડિવિઝન પોલીસ મથક ખાતે કેમ્પ યોજાયો

  • જરૂરિયાતમંદોએ લીધો લાભ

અંકલેશ્વર બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં લોન ધિરાણ કેમ્પનું આયોજન કરાયું હતું જેનો લાભાર્થીઓએ લાભ લીધો હતો. ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની સૂચનાથી અક્લેશ્વર બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર વી.કે ભૂતિયાના માર્ગ દર્શન હેઠળ અંકલેશ્વર બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં લોન ધિરાણ કેમ્પનું આયોજન કરાયું હતું.
સરકારની ૨ મુખ્ય યોજનાઓ પીએમ સ્વનિધિ અને જનધન યોજના દ્વારા ઓછા વ્યાજ અને ઓછા જોખમે ધિરાણ કઈ રીતે મળી શકે તેની અલગ અલગ બેન્કોના પ્રતિનિધિઓને સાથે રાખી સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત મજબૂરીનો લાભ ઉઠાવી ભેજાબાજો સાયબર ક્રાઈમનો ભોગ ન બનાવે તે માટે વી.કે ભૂતિયા દ્વારા વિશેષ સમજ આપવામાં આવી હતી. મોટી સંખ્યામાં જરૂરીયાતમંદોએ આ કેમ્પનો લાભ લીધો હતો.