-
અંકલેશ્વરમાં યોજાયો કાર્યક્રમ
-
માતોશ્રી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન
-
ઓ.એન.જી.સી.નો સહયોગ
-
1500 વિદ્યાર્થીઓને ટ્રેક સુટનું વિતરણ
-
મંત્રી ઇશ્વરસિંહ પટેલ રહ્યા ઉપસ્થિત
અંકલેશ્વર: માતોશ્રી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રાથમિક શાળાના 1500 વિદ્યાર્થીઓને ટ્રેકસૂટનું કરાયુ વિતરણ
અંકલેશ્વરના માતોશ્રી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઓએનજીસીના સહયોગથી પ્રાથમિક શાળાના 1500 જેટલા વિદ્યાર્થીઓને ટ્રેક સૂટ વિતરણ સમારોહ યોજાયો ભરૂચ | ગુજરાત | સમાચાર
અંકલેશ્વરના માતોશ્રી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઓએનજીસીના સહયોગથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાના 1500 જેટલા વિદ્યાર્થીઓને ટ્રેક સૂટ વિતરણ સમારોહ યોજાયો હતો.
અંકલેશ્વરના માતોશ્રી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શારદા ભવન ટાઉન હોલ ખાતે ઓએનજીસીના સહયોગ દ્વારા રાજ્ય સરકારના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ ,ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ,ઓએનજીસીના એસેટ મેનેજર જે.એન સુકાનંદનની અધ્યક્ષતા હેઠળ નગર શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ટ્રેક સૂટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમનો દીપપ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો.કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે નગર શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાના 1500 જેટલા વિદ્યાર્થીઓને ટ્રેક સૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને પ્રદેશ કારોબારી સભ્ય મારૂતીસિંહ અટોદરિયા,માતોશ્રી ચેરીટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ સંદીપ પટેલ,જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા ,પાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ ભાવેશ કાયસ્થ ,ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા ,ઉદ્યોગકાર એન.કે નાવડીયા સહીત ઉદ્યોગકારો અને ભાજપના આગેવાનો ,શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
