Connect Gujarat
ગુજરાત

અહીંના યુવાનો ધારણ કરે છે સ્ત્રી વેશ, નવરાત્રીમાં ઘેરૈયા નૃત્યની છે અનોખી પરંપરાગત

અહીંના યુવાનો ધારણ કરે છે સ્ત્રી વેશ, નવરાત્રીમાં ઘેરૈયા નૃત્યની છે અનોખી પરંપરાગત
X

અંકલેશ્વરનાં આદિવાસી યુવાનો 9 દિવસ સ્ત્રી વેશમાં રહી સંસારનો ત્યાગ કરી માતાજીની ભક્તિમાં લીન થાય છે.

નવરાત્રીમાં માતાજીની ભક્તિની આરાધના માટે શ્રદ્ધાળુઓ અનેક રસ્તાઓ અપવાને છે. ત્યારે અંકલેશ્વરનાં આદિવાસી યુવાનો માતાજીની અનોખી રીતે ભક્તિ કરે છે. માત્ર એટલું જ નહીં પરંતુ વર્ષોથી ચાલી આવતી ઘેરૈયા નૃત્યની પરંપરાને બચાવવા માટેનાં પણ પ્રયત્નો કરે છે. નવરાત્રિનાં 9 દિવસ યુવાનો ગલીએ ગલીએ ભરીને ધેર નૃત્ય રજૂ કરી માતાજીની ઉપાસના કરી રહ્યા છે.

આદિવાસી સમાજની વસ્તી ધરવતા વિસ્તારોમાં ઘેરૈયાઓ નજરે પડે છે. જોકે હવે ગણ્યાં ગાંઠ્યા ધેરૈયાઓ બચ્ચાં હોવાથી આગામી દિવસોમાં આ સંસ્કૃતિ નામશેષ થઇ જાય તેવો ભય દેખાઈ રહ્યો છે. પ્રાચીન વારસો સાંચવી રાખવા અંકલેશ્વરનાં ચોર્યાસી ભાગોળ વિસ્તારનાં આદિવાસી પરિવારના યુવાનો હાલ આ ઘેરૈયા નૃત્ય કરતાં લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

નવરાત્રી શરૂ થતાંજ આદિવાસી સમાજના કેટલાક યુવાનો નવ દિવસ સુધી સંસારિક જીવનનો ત્યાગ કરી માતાજીની ભક્તિમાં લીન થઈ જાય છે. તેઓ ટોળકી બનાવી સ્ત્રી વેશ ધારણ કરીને ગલીએ ગલીએ ધૂમી પરંપરાગત ધેર નૃત્યની રજુઆત કરે છે. છેલ્લા ધણા સમયથી પરંપરા નાબુદ થવાની એરણે પહોંચી છે. ત્યારે ચોર્યાસી ભાગોળ વિસ્તારમાં રહેતા આદિવાસી યુવાનોની એક મંડળી ધેર નુત્યને બચવવા માટે પ્રયાસો કરી રહી છે.

શહેર તથા આસપાસના ગામડા ઓ ફરી આ યુવાનો ધેર નુત્ય રજુ કરે છે. પ્રાચીન કલા અને ભક્તિનો અનોખો સમન્વય એવા ઘેરૈયાઓ સ્વરૂપે હાલ નગરમાં ચૌર્યાસી ભાગોળ યુવાનો મંડળ આ નૃત્ય શરૂ કર્યું છે. તેવો વિવિધ ગરબા ગ્રાઉન્ડ પર તેમજ દાતાઓના ધરે અને મંદિરો પર જઈ ધરૈયાના પરિધાનમાં સજ્જ બની ગરબે ઘૂમી રહ્યા છે.

સંસારિક જીવન જીવતા આદિવાસી યુવકો નવરાત્રીમાં સંસારિક જીવનનો ત્યાગ કરે છે. માતાજીના મંદિરે રહી બ્રહ્મચર્યનું પાલન કરી ચાર સાડીના ધેર બાંધી માતાજીના ગરબા સ્વરૂપે ધૈર નુત્યની રજુઆત કરે છે. ગલી ગલીએ ધૂમતા ધરૈયાઓ પાસે શ્રદ્ધાળુઓ ઘરમાં ઘેરૈયા પાસે પીંછી ફેરવડાવે છે. આમ કરવાથી પરિવારના લોકો રોગમુક્ત રહેવાની માન્યતા છે.

Next Story