ભરૂચના હાંસોટના વાલનેર પાસે કાર ચાલકને ઝોકું આવતા કાર રોડ સાઈડ ખાબકી હતી. આ સમયે ત્યાંથી પસાર થતા પાણી પુરવઠા મંત્રીએ અકસ્માત જોતા જ કાર થોભાવી મદદે આવ્યા હતા.
ભરૂચના હાંસોટ અને સુરતને જોડતા માર્ગ પર આવેલ વાલનેર ગામ નજીક અકસ્માતની એક ઘટના સામે આવી હતી. સુરતથી કાર લઇ 3 મહિલા સહીત 4 લોકો અંકલેશ્વર આવી રહ્યા હતા તે દરમિયાન ચાલુ કારમાં ચાલકને અચાનક ઝોકું આવી જતા સ્ટેરિંગ પર કાબુ ગુમાવી દેતા કાર રોડ સાઈડ નીચે ખાબકી હતી આ જ સમયે ત્યાંથી રાજ્યના પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ પસાર થઇ રહ્યા હતા દરમિયાન અકસ્માત જોતા જ પોતાની કાર ઉભી કરાવી દીધી હતી અને જાતે તેમજ તેમના કમાન્ડો અને ડ્રાઇવર તેમજ અન્ય ટેકેદારો બહાર આવી ઇજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા અને 108ને ફોન કરી બોલાવી હતી.
કાર સવાર બે મહિલાને સામાન્ય ઇજા પહોંચી હતી. જેઓને 108ની મદદ થી સવાર અર્થે અંકલેશ્વર ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે મંત્રી ઇશ્વરસિંહ પટેલની સમયસૂચકતા અને માનવીય અભિગમ ચર્ચાનો વિષય બન્યો હતો.
