/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/11/Untitled-1-copy.JPG-5.jpg)
ભરૂચ એલસીબીએ દુકાનમાં તપાસ કરી રૂપિયા 51,700નો મુદ્દામાલ કબજે કર્યો હતો
અંકલેશ્વર શહેરનાં પ્રતિન ત્રણ રસ્તા નજીક આવેલા રોશન શોપિંગ સેન્ટરમાં આવેલી ખેતેશ્વર મોબાઈલ નામની દુકાનમાંથી એલસીબી પોલીસે આધાર-પુરાવા વગરનાં 47 જેટલાં મોબાઈલ ઝડપી પાડ્યા હતી. પોલીસે કુલ રૂપિયા 51,700નો મુદ્દામાલ કબજે કરી દુકાન માલિકની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ભરૂચ એલસીબીની ટીમ અંકલેશ્વર શહેરમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન બાતમીનાં આધારે પ્રતિન ત્રણ રસ્તા વિસ્તારમાં આવેલા રોશન શોપિંગ સેન્ટરમાં આવેલી ખેતેશ્વર મોબાઈલ નામની દુકાનમાં આધાર પુરાવા વગરનો મોબાઈલનો જથ્થો વેચાઈ રહ્યો છે. જેના આધારે પોલીસે તપાસ કરતાં દુકાન માલિક ભૈરારામ ભગવાનરામ પુરોહિત હાજર મળી આવ્યો હતો. પોલીસે દુકાનમાં તપાસ કરતાં બીલ અને આધાર પુરાવા વગરનાં 47 નંગ મોબાઈલ મળી આવ્યા હતા. જે અંગે પુછપરછ કરતાં દુકાન માલિક સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા.
પોલીસે રૂપિયા 51,700નો મોબાઈલનો જથ્થો કબજે કર્યો હતો. તેમજ દુકાન માલિકની અટકાયત કરી શહેર પોલીસ મથકે તેની વિરૂધ્ધ ગૂનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.