અંકલેશ્વર નગર સેવા સદનના અપક્ષ નગરસેવક બખતીયાર પઠાણે પોતાના જન્મદિવસની ખાડામાં કેક કાપી અનોખી રીતે ઉજવણી કરી હતી અને સત્તાધીશો સામે આકરા પ્રહારો કર્યા હતા

હાલ વરસાદી માહોલ વચ્ચે અંકલેશ્વરના મોટાભાગના તમામ માર્ગો અત્યંત બિસ્માર બન્યા છે.ત્યારે અંકલેશ્વર નગરપાલિકાની પાછળના ભાગે આવેલ આદર્શ સ્કૂલથી સુરતી ભાગોળને જોડતો માર્ગ પણ ખખડધજ બન્યો છે.અંકલેશ્વર નગર સેવાસદનના અપક્ષ ચૂંટાયેલા નગરસેવક બખતીયાર પઠાણે આજરોજ તેમના જન્મદિવસ નિમિત્તે રોડ પર પડેલા ખાડામાં કેક કાપી હતી. તેમની સાથે અન્ય સ્થાનિક આગેવાનો પણ જોડાયા હતા.
આ અંગે તેઓએ જણાવ્યું હતું કે થોડા સમય અગાઉ જ રૂપિયા 50 લાખના ખર્ચે આ માર્ગનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું પરંતુ પ્રથમ ચોમાસે જ માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે. આ સાથે જ શહેરના અન્ય માર્ગો પણ અત્યંત બન્યા છે ત્યારે શહેરીજનો ભારે હાલાકી નો સામનો કરી રહ્યા છે આવા સમયે તેઓએ વિકાસના જન્મદિવસની કે કાપી ઉજવણી કરી હતી