ખાડા વચ્ચે રસ્તો શોધવો મુશ્કેલ બન્યો, સરકારી કચેરી નજીક જ આવો માર્ગ !

ભરૂચ શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે વિવિધ માર્ગો બિસ્માર બન્યા છે. ધોધમાર વરસાદના કારણે અનેક માર્ગો ખખડધજ થયા છે.

author-image
By Connect Gujarat
New Update

વરસાદી વાતાવરણ વચ્ચે ભરૂચ શહેર અને જિલ્લાના અનેક માર્ગો બિસ્માર બનતા વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

ભરૂચ શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે વિવિધ માર્ગો બિસ્માર બન્યા છે. ધોધમાર વરસાદના કારણે અનેક માર્ગો ખખડધજ થયા છે. જેના કારણે વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ખાસ કરીને ભરૂચ શહેરની જો વાત કરીએ તો ભરૂચ કલેકટર કચેરી નજીક આવેલો માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે આ માર્ગ પરથી રોજિંદા  વાહન ચાલકો પસાર થાય છે. તદુપરાંત આ માર્ગ પરથી અનેક અધિકારીઓ અને પદ અધિકારીઓ પણ પસાર થાય છે.

તેમ છતા આ માર્ગનું સમારકામ કરવામાં આવતુ નથી.પરંતુ વરસાદના કારણે આ માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. બીજી તરફ પશ્ચિમ વિસ્તારની જો વાત કરવામાં આવે તો ઢાલથી મહમદપુરા સુધીનો માર્ગ પણ અત્યંત જર્જરિત બન્યો છે. જેના કારણે વારંવાર ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. આ માર્ગનું વહેલી તકે સમારકામ કરાવવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે

Latest Stories