Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર : પાનોલી GIDCમાં આવેલી સલ્ફર મિલ્સમાં અચાનક સ્પે ડ્રાયરમાં રાસાયણિક પ્રક્રીયા દરમિયાન થયો બ્લાસ્ટ

અંકલેશ્વર : પાનોલી GIDCમાં આવેલી સલ્ફર મિલ્સમાં અચાનક સ્પે ડ્રાયરમાં રાસાયણિક પ્રક્રીયા દરમિયાન થયો બ્લાસ્ટ
X

  • પાનોલી જીઆઇડીસીમાં આવેલ સલ્ફર મિલ્સ યુનિટ ૨ માં રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી
  • સ્પ્રે ડ્રાયરમાં અચાનક બ્લાસ્ટ થયો
  • આ ઘટનાને પગલે કંપનીના ડિઝાસ્ટર ટીમે દોડી આવી સ્થિતિ પર કાબૂ મેળવી લીધો
  • ધડાકા બાદ રાસાયણિક ગેસ લીક થતા સ્થાનિક લોકોને આંખોમાં બળતરા

અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસીમાં આવેલી સલ્ફર મિલ્સમાં ગતરોજ સાંજે અચાનક સ્પે ડ્રાયરમાં રાસાયણિક પ્રક્રીયા દરમિયાન બ્લાસ્ટ થતા ગેસ ગળતર ઘટના બનતા દોડધામ મચી જવા પામી હતી.

શુક્રવારની સાંજે અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસીમાં આવેલ સલ્ફર મિલ્સ યુનિટ ૨ માં રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી. દરમિયાન સ્પ્રે ડ્રાયરમાં અચાનક બ્લાસ્ટ થયો હતો.આ ઘટનાને પગલે કંપનીના ડિઝાસ્ટર ટીમે દોડી આવી સ્થિતિ પર કાબૂ મેળવી લીધો હતો. પરંતુ ધડાકા બાદ રાસાયણિક ગેસ લીક થતા સ્થાનિક લોકોને આંખોમાં બળતરા સહિતની સમસ્યા ઉભી હતી. જેને પગલે તેઓને તાત્કાલિક સારવાર અર્થે ખસડવામાં આવ્યા હતા.

જોકે પવનના કારણે હવામા ગેસનો ફેલાવો વધુ થયો હતો.આ ઘટનાને પગલે તાત્કાલિક અંકલેશ્વર તાલુકા ડીઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ સ્થળ દોડી આવી હતી.આ ઘટનામાં કોઈને પણ જાનહાની નહીં નોંધાતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.

Next Story