અંકલેશ્વર શહેર પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આગામી સમયમાં રામનવમી પર્વ આવી રહ્યું છે તો સાથે જ રમઝાન માસ પણ શરૂ થયું છે જેને અનુલક્ષીને અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે પ્રોબેશનલ નાયબ પોલીસ વડા એમ.પી.મોદી, શહેર પોલીસ સ્ટેશનના પી.આઈ.આર.એચ.વાળાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું…

જેમાં અંકલેશ્વરના મુસ્લિમ આગેવાન વસીમ ફડવાલા, રામ ગ્રુપના સુરેન્દ્ર પટેલ સહિત હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.રામનવમીના તહેવારે નીકળનાર શોભાયાત્રા અને રમઝાન માસ બંને તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય એ માટેની ચર્ચા વિચારણા આ બેઠકમાં કરવામાં આવી હતી