Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરઃ ગોયા બજાર વિસ્તારમાં આવેલી દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી

અંકલેશ્વરઃ ગોયા બજાર વિસ્તારમાં આવેલી દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી
X

રાત્રિના સમયે તસ્કરો ત્રાટક્યા હતા, 4થી 5 દુકાનોના તાળા તૂટતાં શહેર પોલીસને જાણ કરાઈ

અંકલેશ્વર શહેરના ગોયાબજારમાં આવેલી 4 થી 5 દુકાનને તસ્કરોએ ગત રાત્રે નિશાન બનાવી હતી. તસ્કરોએ તાળા તોડી દુકાનમાં પ્રવેશીને ચોરીનો પ્રયાસ કર્યો હતો. સવારે રાબેતા મુજબ દુકાનધારકો પોતાની દુકાને ગયા ત્યારે આ ઘટનાની જાણ થઈ હતી. તસ્કરોએ દુકાનમાંથી સામાન વેર વિખેર કરી નાંખ્યો હતો. દુકાન માલિકોએ આ ઘટના સંદર્ભે શહેર પોલીસ મથકે જાણ કરતાં હાલ તો પોલીસે તપાસ શરૂ કરી છે. દુકાનોમાંથી કેટલી ચોરી થઈ છે તે વિગતો પોલીસ તપાસ બાદ બહાર આવશે.

અંકલેશ્વર શહેરના ગોયાબજારમાં આવેલી 4 દુકાનને તસ્કરોએ ગત રાત્રે નિશાન બનાવી હતી. તસ્કરોએ તાળા તોડી દુકાનમાં પ્રવેશીને ચોરીનો પ્રયાસ કર્યો હતો. અંદરથી માત્ર રોકડ રૂપિયાની ચોરી કરી હતી. જેમાં ભોગી રણછોડભાઈની દુકાન, અશોક ટ્રેડર્સ, નરહરિભાઈ ગાંધીની દુકાન તેમજ નવીનભાઈ ગાંધીની સરકારી સસ્તા આનાજની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી હતી. દુકાનો માંથી પરચુરણ રૂપિયા બરક્તી માટે મુક્યા હતા. જે તસ્કરો ચોરી કરી લઇ હતા.

સવારે રાબેતા મુજબ દુકાનધારકો પોતાની દુકાને ગયા ત્યારે આ ઘટનાની જાણ થઈ હતી. તસ્કરોએ દુકાનમાંથી સામાન વેર વિખેર કરી નાંખ્યો હતો. દુકાન માલિકોએ આ ઘટના સંદર્ભે શહેર પોલીસ મથકે જાણ કરતાં હાલ તો પોલીસે તપાસ શરૂ કરી છે. એક દુકાન માંથી અંદાજિત 10 હજાર ઉપરાંતનું પરચુરણ સિક્કા ભરેલ થેલો તસ્કરો ચોરી કર્યો હતો. જોકે વજન વધતા તેને બીજી દુકાનમાં મૂકીને ગયા હતા.

દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં એક તસ્કર બુકાની બાંધી ચોરી કરતો નજરે પડ્યો હતો. જ્યારે તસ્કરો સીસીટીવી કેમેરાના કેબલ પણ કાપી નાખ્યા હતા. બનાવ સંદર્ભે શહેર પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી તસ્કરને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા હતા. અંદાજિત 4 દુકાન માંથી 20 થી 25 હજાર ઉપરાંતની મત્તા ચોરી થઇ હોવાનું પ્રાથમિક તબક્કે બહાર આવ્યું છે. હવે સત્તાવાર ફરિયાદ બાદજ ચોરીનો આંક બહાર આવશે.

Next Story