Connect Gujarat
ગુજરાત

ખરોડ ચોકડી પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી અંકલેશ્વર રૂરલ પોલીસ

ખરોડ ચોકડી પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી અંકલેશ્વર રૂરલ પોલીસ
X

પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક જે. એસ. નાયક અંકલેશ્વર વિભાગની સુચના અને માર્ગદર્શન હેઠળ પો. ઇન્સ. આર. એન. કરમટીયાને બાતમી મળેલ કે એક ૧૨ વ્હીલ વાળી અશોક લેલેન્ડ ટ્રક નં GJ-10-Z-6842માં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ટ્રકના કેબિન ઉપર ખાના બનાવી સંતાડી રાખી સુરત તરફથી વડોદરા તરફ જઇ રહેલ છે અને હાલ અંક્લેશ્વર તરફ આવી રહેલ છે.

જે બાતમી આધારે પોલીસના માણસો તથા પંચો સાથે ને.હા.નં ૪૮ ખરોડ ચોકડી પાસે વોચ રાખતા સુરત તરફથી બાતમીમાં જણાવેલ વર્ણનવાળી ટ્રક આવતા તેને સાઇડ ઉપર કરાવી ટ્રકના ડ્રાઇવરનુ નામઠામ પુછતા રાજુભા અખુભા જાડેજા રહે શાંતીનગર, શેરી નં ૬ સર્વેશ્વર મહાદેવ મંદિર સામે જામનગર તથા અન્ય એક ઇસમનુ નામઠામ પુછતા શોભરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા રહે. રામેશ્વર નગર, વિનાયક પાર્ક, શેરી નં ૨૭, કોટેજા હોલની બાજુમાં જામનગરના હોવાનુ જણાવ્યું હતું.

પોલીસે ટ્રકમાં તપાસ કરતા ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ ૧૦૨ કિ.રૂ. ૪૮,૯૬૦/- તથા અંગઝડતીમાંથી મોબાઇલ નંગ - ૩ કિ.રૂ ૬,૦૦૦/-મળી કુલ કિ.રૂ રૂ.૭,૫૪,૯૬૦/- નો મુદામાલ કબ્જે કરી પકડાયેલ તથા નહિ પકડાયેલ આરોપીઓ વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ હતી. તેમજ બે આરોપીઓ કાળુભા રાજેન્દ્રસિંહ જાડેજા રહે રામેશ્વર નગર, વિનાયક પાર્ક, શેરી નં ર૭, કોટેજા હોલની બાજુમાં જામનગર તથા દમણનો લોકલ ડ્રાઇવર નામઠામ જણાયેલ નથી તેમને વોંટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Next Story