Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરમાં વૃધ્ધો માટે યોજાયો કેમ્પ, 159 સિનિયર સિટીઝને લીધો લાભ

અંકલેશ્વરમાં વૃધ્ધો માટે યોજાયો કેમ્પ, 159 સિનિયર સિટીઝને લીધો લાભ
X

રાષ્ટ્રીય વયોશ્રી યોજનાના ભાગરૂપે યોજાયેલા કેમ્પમાં જિલ્લા કલેક્ટરે આપી હાજરી.

અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત ડી.એ.આનંદપુરા ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર એન્ડ સ્પોટર્સ કોમ્પ્લેક્ષ ખાતે આજરોજ રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત સિનિયર સીટીઝન માટે સાધન સહાય કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં દિલ્હીની એલિમકો ટીમ દ્વારા સાધન સહાય માટે આંકલન અને તપાસણી કરવામાં આવી હતી. જેનો પ્રારંભ જિલ્લા કલેક્ટર રવિ અરોરા દ્વારા કરાવામાં આવ્યો હતો. આ કેમ્પનો લાભ 159 જેટલા સિનિયર સીટીઝને લીધો હતો.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="77465,77466,77467,77468,77469,77470"]

કેન્દ્ર સરકાર દ્વારા 60 વર્ષથી વધુ ઉંમરના વૃધ્ધોને જીવન જીવવામાં સહાય થાય તેવા સાધનો નિઃશુલ્ક આપવાના માટે રાષ્ટ્રીય વયોશ્રી યોજનાનો પ્રારંભ કર્યો છે. ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર- હાંસોટ તાલુકાના લાભાર્થીઓમાટે આજરોજ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં એ.પી.એલ તેમજ બી.પી.એલ રેશનકાર્ડ ધારકો અને જેમની આવક મહિનાની 15 હજારથી ઓછી હોય તેવા સિનિયર સિટીઝનને યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો. સરકાર સાથે કરાર કરનાર એજન્સી એલિમકો દ્વારા 10 પ્રકારના સાધનો ચશ્મા, સાંભળવાનું મશીન, કુત્રિમ દાંત, દાંતનો ચોકઠું, લાકડી,વોકર, ધોડી, વહીલચેર, આપવામાં આવશે. જેની આંકલન અને તપાસણી કેમ્પમાં કરવામાં આવી હતી.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટર રવિકુમાર અરોરા, ડી.ડી.ઓ ક્ષિપ્રા અગ્રે, એસ.ડી.એમ રમેશ ભગોરા, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મુકેશ મુનિયા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ભવાન મકવાણા, તેમજ અંકલેશ્વર મામતદાર સી.જે. વાધ, અને ટી.ડી.ઓ તમેજ ચીફ ઓફિસર અંકલેશ્વર ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે સાંસદ મનસુખભાઈ વસાવા દ્વારા સિનિયર સીટીઝનને સાધન સહાય મળે તેવી કેન્દ્ર સરકાર રજુઆત કરવામાં આવી હતી અને પત્ર લખવામાં આવ્યો હતો. જેના આધારે કેન્દ્ર સરકાર દ્વારા યોજના અંતર્ગત જિલ્લા 9 તાલુકા 4 જેટલા કેમ્પ આગામી દિવસો યોજી રહી છે.

Next Story