• અંકલેશ્વરમાં આયોજન

  • નગર સેવા સદન દ્વારા આયોજન

  • 5 વોર્ડનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

  • 56 સેવાઓનો સ્થળ પર અપાયો લાભ

  • લાભાર્થીઓએ લીધો લાભ

અંકલેશ્વર નગર પાલિકા દ્વારા વોર્ડ નંબર એક થી પાંચનો  સેવા સેતુ કાર્યક્રમનું  પાલિકાની ડિસ્પેન્સરી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
રાજ્યમાં વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલની ઝડપ વધે તે હેતુસર તેમજ છેવાડાનો કોઈ પણ સાચો લાભાર્થી સરકારી યોજનાઓથી વંચિતના રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે અંકલેશ્વર નગર પાલિકા દ્વારા પાલિકા સંચાલીત ડિસ્પેન્સરી ખાતે નગર પાલિકાના એકથી પાંચ વોર્ડના  સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવા સેતુ કાર્યક્રમમાં  નાયબ કલેકટર ભવદીપસિંહ જાડેજા ,મામલતદાર રાજન વસાવા,નગર પાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ ભાવેશ કાયસ્થ ,પાલિકાના ચીફ ઓફિસર  કેશવ કોલડીયા અને પાલિકાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.આ સેવા સેતુ કાર્યક્રમમાં નગરજનોએ  વહીવટી તંત્રના વિવિધ 13 વિભાગોની 56 જેટલી સેવાઓનો સ્થળ ઉપર લાભ લીધો હતો. સાથે આયુષ્યમાન, ભારત કાર્ડ માટે લાભાર્થીઓ ઉમટી પડ્યા હતા.