અંકલેશ્વરઃ શહેરમાં સ્વચ્છતા રથનો પ્રારંભ, બે તબક્કામાં વિવિધ વિસ્તારોમાં ફરશે

New Update
અંકલેશ્વરઃ શહેરમાં સ્વચ્છતા રથનો પ્રારંભ, બે તબક્કામાં વિવિધ વિસ્તારોમાં ફરશે

વિસ્તાર અને વોર્ડ પ્રમાણે લોકોને સ્વચ્છતાનાં સપથ લેવડાવવામાં આવી રહ્યા છે

અંકલેશ્વર નગર પાલિકા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત આજરોજ શહેરમાં સ્વચ્છતા રથનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પાલિકાનાં વોર્ડ નંબર 1થી 9માં સ્વચ્છતાનાં પ્રચાર - પ્રસાર અર્થે રથને શહેરમાં ફેરવીને લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે.

અંકલેશ્વર નગર પાલિકા વિસ્તારમાં આજરોજ બે તબક્કામાં સ્વચ્છતા રથ શહેરમાં ફરશે. સવારનાં સમયે પાલિકા પ્રમુખની ઉપસ્થિતિમાં શરૂ થયેલા રથનો જલારામ સ્કૂલ ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. રથનું પ્રસ્થાન થયા બાદ પાલિકા કચેરીએથી ભરૂચી નાકા થઈને જલારામ નગર સ્કૂલ નવા દિવા રોડ ખાતે ઉપસ્થિત તમામ લોકોએ સ્વચ્છતા અંગેના શપથ ગ્રહણ કર્યા હતા. બાદમાં આ રથ વૃંદાવન ટાઉનશીપ રોડ થઈને રામકુંડ મંદિર ક્ષિપ્રા ગણેશ મંદિર થઈને વિવિધ વિસ્તારોમાં ફર્યો હતો. જેમાં શાળાનાં બાળકો પણ જોડાયા હતા.

બીજા તબક્કામાં બપોર બાદ આ રથ બપોરે 2.30 કલાકે શરૂ કરવામાં આવશે. જે જીનવાલા કમ્પાઉન્ડ સ્કૂલ ખાતેથી શરૂ થશે. અને ગાયત્રી મંદિર, હસ્તી તળાવ, લાયન સર્કલ, ગુજરાત હાઉસિંગ બોર્ડ સુરતી ભાગોળ થઈને પરત જીનવાલા સ્કૂલ ખાતે પહોંચશે. આ રોથમાં જોડાયેલાં સભ્યો સ્થાનિક લોકો સાથે સ્વચ્છતાનાં સપથ લેવડાવશે અને સ્વચ્છતા સર્વેક્ષણમાં સહભાગી થવા અપિલ કરશે.

Latest Stories