અંકલેશ્વર ભરૂચને જોડતા નર્મદા ટોલ પ્લાઝા ઉપર ટોલ કર્મીઓની સામે આવી લુખ્ખી દાદાગીરી

New Update
અંકલેશ્વર ભરૂચને જોડતા નર્મદા ટોલ પ્લાઝા ઉપર ટોલ કર્મીઓની સામે આવી લુખ્ખી દાદાગીરી

ભરૂચ જિલ્લામાં ભરૂચ અને અંકલેશ્વર શહેરને જોડતા મુખ્યમાર્ગ એવા નેશનલ હાઇવે ઉપર માંડવા નજીક આવેલ નેશનલ હાઇવે ઓથોરિટીનું ટોલ પ્લાઝા અવાર નવાર વિવાદમાં આવ્યું છે. ત્યારે આજરોજ કંડલાથી મુંબઈ તરફ જતા એક ટ્રેલર ચાલકને ટોલ પ્લાઝાના કર્મચારીઓએ બાનમાં લીધો હતો.

કંડલાથી મુંબઇ તરફ સામાનની હેરફેર કરવા જતા ટ્રેલરના ચાલકે ભરૂચ માંડવા નર્મદા ટોલ પ્લાઝા ખાતે નિયમોનુસાર ટોલટેક્સ પણ ભર્યો હતો. ત્યાર બાદ ત્યાંથી ટ્રેલર લઈ પસાર થતા ટોલ પ્લાઝાના કર્મચારીઓને આ ટ્રેલર ઓવરલોડ હોવાની શંકા જતા તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ટ્રેલર ચાલકે પોતાનું ટ્રેલર ત્યાંથી ધીમી ગતિએ હંકારતા અહીં હાજર ટોલ પ્લાઝાના કર્મચારીઓએ તેને રોકવા માટે હાથમાં પથ્થર લઈ ટ્રેલરનો કાંચ તોડી નાખવા સુધીની ધમકી આપી લુખ્ખી દાદાગીરી કરી હોવાનો વિડિઓ સામે આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં પણ ટોલ કર્મીઓ આ રીતે વાહનો રોકવા જતા અકસ્માતના શિકાર પણ થયા હોવાની ઘટનાઓ બની હતી.

Latest Stories