-
અંકલેશ્વર નજીક ટ્રાફિકજામના દ્રશ્યો
-
નેશનલ હાઇવે 48 પર ભારે ટ્રાફિકજામ
-
5 કી.મી. સુધી વાહનોની કતાર
-
અનેક વાહનચાલકો અટવાયા
-
બિસ્માર માર્ગોના કારણે ટ્રાફિકજામની પરિસ્થિતિ
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ફરી એકવાર ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થતાં અનેક વાહન ચાલકો અટવાયા હતા
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ફરી એકવાર ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અંકલેશ્વર નજીકથી સુરત તરફ જતી લેનમાં 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે. મોડી રાતથી જ ટ્રાફિકજામની પરિસ્થિતિ સર્જતા અનેક વાહન ચાલકો અટવાયા હતા. નેશનલ હાઈવે પરના માર્ગ બિસ્માર બન્યા છે જેના કારણે વાહનોની ગતિ અવરોધાઇ રહી છે.આ તરફ વાલિયા ચોકડી નજીકનો ઓવરબ્રિજ બોટલ નેક હોવાના કારણે પણ ટ્રાફિકજામની સમસ્યા વકરી રહી છે.વાહન વ્યવહાર ધીમો પડતા ટ્રાફિકજામની પરિસ્થિતિ સર્જાય છે જેના કારણે વાહન ચાલકોના ઇંધણ અને સમય બંનેનો વેડફાટ થાય છે.નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા વહેલી તકે હાઈવે પરના માર્ગોનું સમારકામ કરાવવામાં આવે તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે. વારંવાર સર્જાતી ટ્રાફિકજામની પરિસ્થિતિના કારણે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે.
